સમગ્ર દેશમાં રેપની ઘટનાના વિરોધમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી રેપની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. દેશમાં હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવા તો દિવસ. મોટાભાગની ઘટનાઓમાં સગીર યુવતી ઉપર નરાધમો રેપની ઘટનાને અંજામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સળગાવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. ત્યારે ભાજપના અગ્રણીના પુત્રએ તેના બે મિત્રોની સાથે મળીને કારમાં એક યુવતીનું અપહરણ કરીને તેના પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો રાજકોટના કોટડાસાંગાણીમાં પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ભાજપ અગ્રણીના પુત્ર સહિત ત્રણ નરાધમો સામે ફરિયાદ દાખલ કરીને તમામની શોધખોળ શરૂ કરી છે.
કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ જેન્તીભાઈના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત સમાજની યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ચાલુ કારે અમિતે યુવતીને રિવોલ્વર અણીએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક યુવતી સાથી શરીર સંબંધ બાધી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે કોટડાસાંગાણી પોલીસે યુવતીની ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. શ્રુતી મહેતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અપહરણ કર્યા બાદ અમિત ચાલુ કારમાં જ રિવોલ્વરની અણીએ યુવતીને ધમકાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીને અવાવરૂં જગ્યાએ લઈ જવામાં આવી હતી. જ્યાં અમિતનાં બંને મિત્રોએ પણ યુવતી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધી તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્રણેય જણાએ યુવતી પર પોતાની હવસ સંતોષી લીધા બાદ ભાજપ અગ્રણીના પુત્ર અમિતે યુવતીને રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી કે, આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાંખીશ. યુવતીએ અમિતની ધમકીથી નહીં ડરીને અમિત, વિપુલ અને શાંતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
11 કલમ હેઠળ ગુનો દાખલ
સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર બતાવી કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીને હાલ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. પોલીસે ત્રણેય વિરૂદ્ધ IPC કલમ 363, 376 (ડી), 376 (2) (N), 504, 506 (2), 114 તથા જીપી એક્ટ કલમ 37(1), 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) W, 3 (2) તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) બી.એ. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતી ઘરે એકલી હોય ત્યારે આ ત્રણેય શખ્સો આવ્યા હતા અને અપહરણ કર્યું હતું.
આરોપી ભાજપ અગ્રણીનો પુત્ર અમિત
તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે: SP
આ બાબતે એસપી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ અંગે ગઇકાલે ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ પીડિતાની પૂછપરછ કરવામાં આવી છે. તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. સામુહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલો અમીત પડાળીયા કોટડાસાંગાણી તાલુકા ભાજપનો પુર્વ મહામંત્રી છે. અમીતની માતા હાલ રામોદના સરપંચ છે. જ્યારે અન્ય શાંતિભાઇ પંચાયતનો કોંગ્રેસી સદસ્ય છે. રાજકીય માથાંઓ ગેંગરેપની ઘટનાંમાં સંડોવાયેલા હોય ચકચાર મચી છે. આરોપીઓની માહિતી અમારી પાસે આવી છે એટલે તેમની વહેલી તકે ધરપકડ કરી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.