સૌરાષ્ટ્ર પ્રવાસમાં દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ થયા ઘાયલ, તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા

ગઈકાલથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેઆ આજે ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે.તેઓ તાલાળામાં આવેલા શ્રી બાઈ આશ્રમ મંદિરે દર્શન પણ કરશે.. જે બાદ જિલ્લા ભાજપના સંગઠન અંગે હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરવાના છે. પરંતુ આ દરમ્યાન, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન ઘાયલ થયા છે. તેમને તુરંત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક તરફ ભાજપના જ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર સામે આવ્યું છે ત્યારે બીજી તરફ સી.આર.પાટીલ સાથે પણ દૂર્ઘટના ઘટતાં કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

એક તરફ ભાજપના જ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર સામે આવ્યું છે ત્યારે બીજી તરફ સી.આર.પાટીલ સાથે પણ દૂર્ઘટના બની છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ  સૌરાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે ગીરસોમનાથમાં એક ગોઝારી ઘટના ઘટી છે. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઇજાગ્રસ્ત થયા છે. એક તરફ ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવાયું છે. ત્યારે સી.આર.પાટીલ સાથે બનેલી ઘટના અકસ્માત છે કે તેમાં પણ કોઈ ષડયંત્ર છે તે અંગે ચર્ચા જાગી છે.

કેવી રીતે થઈ સી.આર.પાટીલને ઈજા?
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. ત્યારે દરેક જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા એક ફટાકડો સી આર પાટીલની આંખ પાસે ઉડીને ફૂટ્યો હતો. અને તેમને આંખમાં અસહ્ય દર્દ થયું હતું. સી આર પાટીલની આંખમાં અસહ્ય બળતરા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સી આર પાટીલની આંખમાં તાત્કાલિક દવા નાખવામાં આવી હતી જેને લીધેસી આર પાટીલને આંખની બળતરાથી મહદઅંશે રાહત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *