ગુજરાતમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા પહેલા જ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય- લાગશે ઝટકો 

ગુજરાત(Gujarat): આગામી માર્ચમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા(Board Exam of std 10-12) લેવાવાની છે ત્યારે બોર્ડ દ્વારા કેન્દ્રો પર સંચાલકોને હાજર ન…

ગુજરાત(Gujarat): આગામી માર્ચમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા(Board Exam of std 10-12) લેવાવાની છે ત્યારે બોર્ડ દ્વારા કેન્દ્રો પર સંચાલકોને હાજર ન રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ(Gujarat Education Board) દ્વારા માર્ચમાં યોજાનારી બોર્ડ પરીક્ષાને લઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લીધે સંચાલકોને મોટો ઝટકો લાગ્યો છે. પોતાની જ સ્કૂલમાં તેઓ પરીક્ષા સમયે હાજર નહીં રહી શકે, કારણ કે, પરીક્ષામાં ગેરરિતી અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાળામાં હાજર સંચાલકો કેટલાક છાત્રોને મદદ કતા હોવાના આક્ષેપો બાદ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમની હાજરીને લીધે શિક્ષકો પણ આંખ આડા કાન કરતા હોવાની વ્યાપક ફરિયાદો બોર્ડને પહેલા પણ મળી ચૂકી છે. બોર્ડની પરીક્ષા પારદર્શક રીતે લેવાય એ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2023માં યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12  બોર્ડની પરીક્ષામાં સંચાલક-ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા આ અંગે જારી કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, બોર્ડની પરીક્ષા દરમિયાન સંચાલક-ટ્રસ્ટીને કોઈ કામગીરી સોંપાતી ન હોવાને કારણે તેમને કેન્દ્રમાં હાજર રહેવાની જરૂર નથી.

આ અંગે તમામ ડીઈઓ દ્વારા શાળાઓમાં સુચના પહોચતી કરી દેવામાં આવી છે. બોર્ડના અધિકારીઓ પરીક્ષા સમયે ચેકિંગમાં હોય છે. આ સમયે કોઈ સંચાલક હાજર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, માધ્યમિક શિક્ષણ ધારા- 1972 અને વિનિયમો અન્વયે જાહેર પરીક્ષાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો ઉપયોગ પરીક્ષા સ્થળ તરીકે બોર્ડની જાહેર પરીક્ષામાં કરવામાં આવે છે. જેને કારણે આચાર્ય, શિક્ષક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પરીક્ષાની કામગીરી ફાળવવામાં આવે છે. જ્યારે સંચાલક મંડળના હોદ્દેદારોને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની કામગીરી સોંપવામાં આવતી નથી.

જેથી આગામી તારીખ 14 માર્ચથી 29 મી માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની બોર્ડે કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે પરીક્ષામાં શાળા મંડળના કોઈ ટ્રસ્ટી કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર ઉપસ્થિત રહી શકશે નહી. જેથી બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય કે અડચણ ના પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *