Rajkot / ત્રણ બહેનોએ ગુમાવ્યો એકમાત્ર લાડકવાયો ભાઈ! ક્રિકેટ રમીને ઘરે આવતો હતો ત્યાં એવી ઘટના બની… આંબી ગયો કાળ

હાર્ટ અટેક આવતા વઘુમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટ(Rajkot)માં એક યુવકને હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેને…

હાર્ટ અટેક આવતા વઘુમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટ(Rajkot)માં એક યુવકને હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને પરિવારના લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. જેમાં ક્રિકેટ રમ્યા પછી હાર્ટ અટેક આવતા તેનું મોત થયું છે. પાલનપુરના ડીસાથી ભાણેજના લગ્ન કરવા માટે આવેલા યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈને રિસેપ્શન(reception)નો મનાવવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.

હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભરત બારૈયા(Bharat Baraiya) નામનો યુવક ભાણેજના લગ્ન કરવા માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો. આ દરમિયાન આજે શાસ્ત્રીમેદાન ખાતે ક્રિકેટ રમીને ભરત પોતાના સંબંધીઓ અને મિત્રો સાથે પાછો ફરી રહ્યો હતો ત્યાર તે અચાનક બેભાન થઈને નીચે પડી ગયો હતો. કોઈપણ રીક્ષા નહીં મળતા તેને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ આ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, હાર્ટ એટેક થી તેનું મોત થયું છે. જેને કારણે બનાવની જાણ થતાં પોલીસ તેની ટીમ સાથે આવી પોહચી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક ભરત ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હોવાનું તેમજ ભાણેજના લગ્ન માટે રાજકોટ આવ્યો હતો. આજે તેના ભાણેજના લગ્નનું રીસેપ્શન થાય તે પહેલા તેનું અકાળે યુવકનું મોત થતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *