Gujarat Board Result: તારીખ 02 મેને મંગળવારના રોજ સવારે નવ વાગે માર્ચ 2023માં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની GSEB Result ગુજકેટ અને ધોરણ 12 સાયન્સ 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર 12 સાયન્સ 2023ના પરિણામા હળવદ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ આવ્યું છે. ત્યારે સૌથી ઓછા પરિણામની વાત કરવામાં આવે તો લીમખેડા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલા નિકોલનાં રહેવાસી અને ઇલેક્ટ્રોનિક ગેજેટ રિપેરિંગનું કામ કરતા પિતાની દીકરી રેન્સી પદમણીએ ગુજરાત બૉર્ડ દ્વારા ગત માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 92 ટકા મેળવા છે અને પરિવારનું નામ રોશન કર્યું છે.
રેન્સી પદમણી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, તે પરિવારની મર્યાદિત આવકને કારણે કોઈ ટ્યુશનમાં ગઈન હતી, ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જે પરિણામ પાછળ માત્ર મારી દૈનિક મહેનતના કારણે મેં હાંસલ કર્યું છે. વધુ વાત કરતા રેન્સીએ જણાવ્યું કે, હું પાછલાં બે વર્ષથી કોઈ પારિવારિક પ્રસંગમાં હાજરી નથી આપી. માત્ર ચાર-પાંચ કલાક ઊંઘ લેતી. દરરોજ હું દસ કલાક વાંચતી. અને રાત્રે ત્રણ વાગ્યે જાગીને મહેનત કરતી.”
ધો.12 સાયન્સનું કુલ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27 ટકા અને બી ગ્રુપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જોવા મળ્યું છે.
ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઓછુ જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.