ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ(GSEB Gujarat Board 12 Result)નું પરિણામ જાહેર થઇ ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 86.91% પરિણામ આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 % અને શિક્ષણનગરી ગણાતા વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49%પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 % પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 % આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12 ટકા અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 33.33 % પરિણામ આવ્યું છે.
સોથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ડાંગનું 95.41% અને સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો વડોદરાનું 76.49% પરિણામ આવ્યું છે. જયારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ડભોઈનું 56.43% અને સૌથી વધુ પરિણામ ધરાવતા 3 કેન્દ્ર એટલે કે, સુબીર, છાપી, અલારસાનું 100% પરિણામ આવ્યું છે. વાત કરવામાં આવે તો 1 જ સ્કૂલનું 10 ટકા કરતા ઓછું પરિણામ અને 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે.
નિયમિત ઉમેદવારોનું 86.91 % પરિણામ અને નિયમિત વિદ્યાર્થીઓનું 84.67 %પરિણામ આવ્યું છે. જયારે નિયમિત વિદ્યાર્થીનીઓનું 89.23 % પરિણામ આવ્યું છે. સાથે રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 45.45 % પરિણામ આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ત્યારબાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને પરિણામ જાહેર થવાની માહિતી આપી હતી. જયારે ધોરણ 10 બોર્ડનું પરિણામ 6 જૂનના રોજ જાહેર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.