હાલમાં CM વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેર કરી રહ્યા છે. આ અંગે માહિતી આપતા તેમણે ગુજરાતમાં બેરોજગારી સહિતની વાતો જણાવી હતી. તેમણે નવી ઉદ્યોગનીતિની સાથે સાથે ગુજરાતમાં આવનારા વિકાસની પણ વાત કરી હતી. આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. CM વિજય રૂપાણીએ નવી ઈન્ડસ્ટ્રીય પોલિસી વિશે મોટી જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. જમીનની કિંમત ભારે હોય છે ત્યારે એને થતું હોય છે જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. 25 ટકા જગ્યા 40 ટકા કરવામાં આવશે, જેમાં 50 કરોડની ઓફર સીલીંગ રહેશે.
ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઘણાં લાંબા સમય પછી તૈયાર થઇ છે. આ પોલિસી તૈયાર કરવામાં રાજ્યના વિવિધ વિભાગોના 10થી વધુ ઓફિસરોની મહેતન છે. આ વખતે ચીફ સેક્રેટરી અનિલ મુકિમે પોલિસી તૈયાર કરવામાં વધુ રસ લીધો છે. આ પોલિસીમાં અન્ય રાજ્યો તેમજ વિદેશના ઉદ્યોગકારો માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે. હાલમાં સીએમ રૂપાણી ઈન્ડસ્ટ્રીયલ પોલીસી રજૂ કરી રહ્યાં છે. જેમાં રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતનો વિકાસદર 10.14 ટકા છે. સ્ટાર્ટઅપમાં ગુજરાતનો ટોપટેન રાજ્યમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 3.4 ટકા છે. ગુજરાતમાં ઔધોગિક નીતી સફળ રહી છે.
મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2019 ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસ ને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે 49 મિલીયન ડોલર યુએસનું મૂડીરોકાણ દેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું. જેથી ગુજરાત નંબર વન બન્યું છે. ગુજરાતમાં રોકાણમાં 333% પણ વધારો થયો છે. ભારતમાં વધારો 48 ટકા હતો જ્યારે ગુજરાતનો વધારો 333% હતો. ભારત સહિત ઈન્ટરનેશનલ આંકડાકીય મુખ્ય પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારી દર સૌથી નીચો ૩3.4 ટકા છે. ગુજરાતના msme માં વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ રાજ્યો ઉત્પાદનમાં 17 ટકા સાથે ગુજરાત નંબર વન છે. ગુજરાતે જીડીપી માં 13 ટકા વૃદ્ધિ મેળવી છે.
નવી પોલિસીનો સમયગાળો 2020 થી 2025 સુધીનો રહેશે: CM રૂપાણી
આજરોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ એમકે દાસે કહ્યું હતું કે, આ પોલિસીમાં હયાત ઉદ્યોગો તેમજ નવા આવનારા ઉદ્યોગો માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું હતું કે હાલ આ પોલિસી રાજ્યના નાણાં વિભાગમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી છે. ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં જાન્યુઆરી 2021માં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ થશે કે તેમ તે અંગે હજી અનિશ્ચિતતા છે પરંતુ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઇચ્છુક ઉદ્યોગજૂથોને પોલિસીના લાભ આપવાના શરૂ કરી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP