ગુજરાત(Gujarat): રાજ્યની રાજનીતિમાં ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ને લઈને ચર્ચાઓ ખુબ જ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, કોંગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવી શકે છે. જયપુરમાં પ્રશાંત કિશોર(Prashant Kishor) સાથે ખોડલધામના નરેશ પટેલની મુલાકાત થઈ હોવાનો દાવો એક ન્યુઝ અહેવાલમાં કરવામાં આવ્યો હતો.
જોકે બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે મોટી ગેમ રમી રહ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પ્રશાંત કિશોર દ્વારા સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સુત્રો દ્વારા લાગી રહ્યું છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજકોટ ખાતે કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયાએ એક પત્રકાર પરીષદમાં જણાવ્યું છે કે, નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે તો હું મારી સીટ ખાલી કરવા તૈયાર છું. જો તે કોંગ્રેસમાં આવશે તો સમગ્ર કોંગ્રેસને ફાયદો થશે. નરેશ પટેલને ધોરાજી-ઉપલેટાથી કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવશે તો હું મારી સીટ ખાલી કરવા તૈયાર છું અને હું નરેશભાઈને ખંભે બેસાડીને ચૂંટણી લડાવીશ.
કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ જણાવતા કહ્યું હતું કે, નરેશ પટેલ સાથે પ્રદેશ અને કેન્દ્રીયકક્ષાના આગેવાનો કોંગ્રેસમાં આવે તે અંગેની ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે. નરેશ પટેલ કોંગ્રેસ જોડાઈ તેવી સૌ કોઈની ઈચ્છા છે. નરેશ પટેલનો પરિવાર કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છે. તેમણે વધુમાં કહ્યું છે કે, મારે ઘણીવાર નરેશભાઈ સાથે સંપર્ક કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. લલિત કગથરાએ કહ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાતના યુવાનો અને ખેડૂતોને મોટો ફાયદો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.