હાલ ગુજરાતમાં ફરી એવો સમય આવી ગયો છે, જ્યા હોસ્પિટલો ભરાવા લાગી છે, અને સ્મશાનોમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કારો માટે લાંબી લાઈનો લાગી રહી છે. કોરોનાએ ફરી દિશા બદલી છે. આ દરમિયાન અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોરોનાગ્રસ્ત એક મહિલાના અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજનોને લાંબી પ્રક્રિયા કરવી પડી હતી. સ્મશાન ગૃહોમાં વેઈટિંગ હોવાથી એક પતિ તેની પત્નીની અંતિમ વિધિ માટે ચાર કલાક શહેરના અલગ અલગ સ્મશાન ગૃહોમાં ફર્યો હતો.
જાણવા મળ્યું છે કે, રેલવે કર્મચારી સુરેન્દ્ર ડોંગરેના પત્નીનું સોમવારે સાંજે કોરોનાથી મૃત્યુ નિપજ્યું હતું. તેમના 50 વર્ષના પત્ની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન સોમવારે તેમનુ મોત નિપજ્યું હતું. ત્યારે તેમનો પરિવાર તેમના મૃતદેહને હોસ્પિટલની નજીક આવેલ સીએનજી અથવા ઈલેક્ટ્રીક સ્મશાનમાં અંતિમવિધિ માટે લઈ ગયો હતો.
આ દરમિયાન પરિવાર સૌથી પહેલા શબવાહિની લઈને હાટકેશ્વર ગયા હતા. જ્યાં સીએનજી સ્મશાન બંધ હતું. અહીથી પરિવાર જમાલપુર સપ્તઋષિ ગયા હતા. અહી બે મૃતદેહોની અંતિમવિધિ ચાલતી હતી. જેમાં બેથી ત્રણ કલાકનો સમય લાગી શકે એમ હતો. તેથી પરિવારના લોકો મહિલાના મૃતદેહને વીએસ હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ અહી પણ ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ હતી.
આમ, ત્રણેય સ્મશાનોમાં પણ મહિલાના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા. ત્યારે આખરે મહિલાના મૃતદેહને ઈસનપુર સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ઈલેક્ટ્રિક-સીએનજી સ્મશાનની સુવિધા હોવાથી પરિવારના સભ્યોએ અહીં અંતિમવિધિ કરી હતી. આમ, એક પરિવાર મહિલાના અંતિમસંસ્કાર માટે દરબદર ભટકવુ પડ્યું હતું. 4 કલાકની રઝળપાટ બાદ આખરે મહિલાના અંતિમ સંસ્કાર થયા હતા.
આ વાત સાબિત કરે છે કે, અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી કે ન તો કોઈ કો-ઓર્ડિનેશન છે. માટે પરિવારને એક કોરોના મૃતદેહ સાથે આવી રીતે રઝળપાટ કરવાની ફરજ પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.