Gujarat Election 2022: ગુજરાતના રાજકારણના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP Candidate List) અત્યાર સુધીમાં સૌથી વધુ ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. જ્યારે કોંગ્રેસ કેટલાક ઉમેદવાર (Congress Candidate List) જાહેર કરી ચૂકી છે. પરંતુ ભાજપ એ હજી સુધી એક પણ ઉમેદવાર ની ટિકિટ નક્કી કરી નથી. સમાચાર આવી રહ્યા છે કે આજે મોડી રાત્રે ભાજપની એક યાદી (BJP Candidate List) બહાર પડી શકે છે. જેમાં 80 થી વધુ વિધાનસભાના ઉમેદવારો હશે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ હેડ ક્વાર્ટર ખાતે પહોંચ્યા છે. જ્યાં અમિત શાહ, જે પી નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર છે. ભાજપના ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના હાથમાં જ હોવાનું સૌ કોઈ જાણે છે. ત્યારે ગુજરાતમાં કેટલાય દિગ્ગજ નેતાઓને પરાણે નિવૃત્તિ અપાવી દીધી હોય તેમ આજે ગુજરાત ભાજપના કેટલાય નેતાઓએ લેટર બહાર પાડીને અમારે ચૂંટણી લડવી નથી. તેવી જાણ સોશિયલ મીડિયાના મારફતે સૌને કરી છે.
આ જોતા કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે સિનિયરો પગ આડા કરે તે પહેલા જ તેમને પલોઠી વળાવી દીધી છે. પોતે જાતે જ ટિકિટ માંગી રહ્યા નથી અને યુવાનો માટે અને નવા નેતાઓને તક મળે તે માટે દાવેદારી નહીં કરે તેવી જાહેરાત કરાવી દીધી છે.
આ દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, પૂર્વ મંત્રી કૌશિકભાઇ પટેલ, આર સી ફળદુ સહિતના નેતાઓએ ચુંટણી નહિ લડવાની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.