500 કાર્યકર્તાઓ સાથે મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી રાજીનામું- કરી આ મોટી જાહેરાત

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) એડીચોટીનું જોર લગાવી રહ્યા…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપની વિધાનસભા ઉમેદવારની યાદી જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચામાં જો કોઈની હોય તો મધુ શ્રીવાસ્તવ(Madhu Srivastava)ની છે. હવે મધુ શ્રીવાસ્તવને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાઘોડિયા(Vaghodia)ના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

મળતી માહિતી અનુસાર, કાર્યકર્તાઓની વચ્ચે મધુ શ્રીવાસ્તવ દ્વારા રાજીનામાની જાહેરાત કરવામાં આવી છે. મધુ શ્રીવાસ્તવએ કહ્યું કે ભાજપ માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. મારી ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. તેમણે વધુમાં કહ્યું છે કે, પાંચ ટર્મ સુધી સેવા કરવાની તક આપી તે માટે ભાજપનો આભાર છે, મને કોઇ મનાવવા આવ્યા નથી. 500 કાર્યકર્તાઓ સાથે રાજીખુશીથી ભાજપમાંથી રાજીનામું આપું છું. મધુ શ્રીવાસ્તવે જાહેરાત કરતા જણાવ્યું કે, હવે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *