સટ્ટાબજારના મતે ગુજરાતમાં બનશે આ પાર્ટીની સરકાર- કઈ પાર્ટીને કેટલી સીટ મળશે તે પણ કહ્યું…

Gujarat Election 2022: જો વાત કરવામાં આવે તો સટ્ટાબજાર ચલાવતા સટોડિયાઓ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતની જનતા ફરી ભાજપ(BJP)ને સત્તામાં જોશે. વધુમાં સટોડિયાઓ…

Gujarat Election 2022: જો વાત કરવામાં આવે તો સટ્ટાબજાર ચલાવતા સટોડિયાઓ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતની જનતા ફરી ભાજપ(BJP)ને સત્તામાં જોશે. વધુમાં સટોડિયાઓ દ્વારા 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ માટે 125 બેઠકોનો અંદાજ મુકવામાં આવ્યો છે. સટ્ટાબજાર 125 બેઠકોની મોટી બહુમતી સાથે ગુજરાતમાં ભાજપની સત્તા આવશે તેવી આગાહી કરી રહ્યું છે.

એક બુકીએ ન્યૂઝ એજન્સીને જણાવતા કહ્યું, “ગુજરાત ચૂંટણી 2022 માટે અમારી ગણતરી મુજબ, અમે ભાજપ માટે 125-139, કોંગ્રેસને 40-50 અને આમ આદમી પાર્ટી માટે માત્ર 6-7ની આગાહી કરી રહ્યા છીએ.” ત્યારે સીટ મુજબ, અમે ભાજપ સરકારને લગભગ 40 પૈસા, કોંગ્રેસને 4.50 રૂપિયા અને AAPને 25 રૂપિયા આપવામાં આવે છે. આ અમારી ગણતરીઓ મુજબ છે.

બુકીઓના મતે કોંગ્રેસને વધુમાં વધુ 50 સીટ મળી શકે છે:
મહત્વનું છે કે, બુકીઓના મતે કોંગ્રેસને વધુમાં વધુ 50 અને AAPને છ સીટો મળવાની શક્યતા સેવવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે, ત્યાંની જમીની વાસ્તવિકતા સાવ જુદી જ છે. એવા કોઈ ખેડૂતો, CAA અથવા NRC મુદ્દાઓ નથી જે ભાજપને અસર કરી શકે. આ ત્રણેયે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ભાજપ શરૂઆતથી જ સૌથી આગળ છે, તે અમારી ગણતરીમાં ફરી એક વખત સતામાં આવશે.

આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. લોકશાહીના આ પર્વને ઉજવવા માટે લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી શકશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.

788 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ:
પ્રથમ તબક્કામાં કુલ 11 મંત્રી, ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારો સહિત 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે રિઝર્વ રાખવામાં આવી છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 15,416 બૂથ ગામડાઓમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે.

5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *