ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય નહિ થઈ હોય તે પ્રકારની મતગણતરી કાલે થશે- જાણીને તમને પણ લાગશે નવાઈ 

ગુજરાત(Gujarat): રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને EVM એકસાથે ખોલવામાં આવશે અને બેલેટ પેપર અને EVMના મતોની ગણતરી પણ એક સાથે કરવામાં આવશે. આ પહેલા એવું થતું હતું કે, પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવતી હતી અને તેના પછી EVM ખોલવામાં આવતા હતા અને તેમા પડેલા મતની ગણતરી શરૂ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, જોકે આ વખતે બેલેટ પેપર અને EVMની ગણતરી એકસાથે થવા જઈ રહી છે. આ સાથે જ મત ગણતરી દરમિયાન બેલેટ પેપર માટે પણ એક અલગ ટેબલ મૂકવામાં આવશે પરંતુ મતોની ગણતરી એક જ સમયે શરૂ કરવામાં આવશે. આમ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે, EVM અને બેલેટ પેપરની ગણતરી બંને એક સાથે જ કરવામાં આવશે.

મહત્વનું છે કે, રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણીના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ જામ્યો છે. આવતી કાલે ચુંટણીનું પરિણામ જાહેર થશે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *