અનલોક 1 ગાઈડલાઈન અનુસાર ભારત સરકારે 8 જૂનના રોજ મંદિરો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ ગુજરાતમાં પણ લોકડાઉનમાં બંધ મંદિરોનાં દ્વાર ફરીથી ખુલશે. ગુજરાતનાં પ્રખ્યાત મંદિરો અને ધાર્મિક સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકાધીશ, શામળાજી, અંબાજી, ડાકોર સહિતનાં તમામ મંદિરો ફરીથી ખુલશે. અને ભક્તો દર્શનનો લાભ લઇ શકશે. પણ કોરોના મહામારીને કારણે મંદિરોમાં સંક્રમણ ન ફેલાઈ તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ અલગ-અલગ મંદિરોમાં કેવી છે તૈયારીઓ.
હાલના સમયમાં શામળાજી મંદિરને સંપુર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. શામળાજી મંદિરમાં દર્શને આવનાર દરેક ભક્તો અને શ્રધાળુઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવિું ફરજિયાત રહેશે. રાજ્ય સરકાર દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવશે તેનું ચોક્કસ પાલન કરવામાં આવશે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. અને કોઈપણ જાતની કનડગત ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકડાઉનનાં પગલે પ્રભાસતીર્થનાં અનેક દેવાલયો બંધ થયા હતા. સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાં 40 જેટલાં મંદિરોના દ્વાર ખુલશે. 70 દિવસ બાદ દેવાલયોનાં દ્વાર ખોલવા સરકારે નિર્ણય જાહેર કરતાં ખુશીની લહેર છવાઈ છે. સોમનાથ મહાદેવ મંદિર નજીક શોપીંગ સેન્ટર ના વેપારીઓ પણ રોજગાર ધંધા ફરી શરૂ થશે તેને લઇ ખુશખુશાલ બન્યા છે.
ત્યારે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિર ખાતે સેનિટાઈઝ ટર્નલ બનાવવામાં આવી છે. જેથી ભક્તો આવે તો તેમાંથી સેનિટાઈઝ થઈને મંદિરમાં જઈ શકે. ખાસ જ્યારે ઘણા લાંબા સમયથી મંદિરો બંધ છે ત્યારે ભક્તો આતુર છે કે ક્યારે મંદિર ખુલે અને ભગવાનના દર્શન થાય. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા આવી રહી છે, ત્યારે આ વખતે 5 જૂને યોજાનારી જલયાત્રામાં પણ ભક્તો સામેલ નહી થઈ શકે. જેથી 8 તારીખને લઈને અત્યારથી જ મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દ્વારકાધીશનાં મંદિરમાં પણ સેનિટાઈઝ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહીં પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરવામાં આવશે. તો ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ અગાઉ ફક્ત પુજારીઓ અને સેવકો માટે સેનિટાઈઝ ટનલ લગાવવામાં આવી છે. તો શ્રદ્ધાળુઓને લઈને પણ ખાસ પ્રકારની વ્યવસ્થા માટે આયોજન કરાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news