ગુજરાતના અમદાવાદમાં એક હોસ્પિટલમાં લાગેલી ભીષણ આથી ઓછામાં ઓછા 8 લોકોના મૃત્યુની ખબર સામે આવી રહી છે. મળતી ખબરો અનુસાર નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં સવારે ચાર વાગ્યા પહેલા આગ લાગી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ઈલાજ થઈ રહ્યો હતો. ઘટના બાદ લગભગ ૩૫ દર્દીઓને બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
8 people have died in the fire incident. Other patients have been shifted to a safer place. A thorough investigation will be conducted: Rajendra Asari, JCP, Sector 1, Ahmedabad#Gujarat https://t.co/75rcozXCWY pic.twitter.com/3zsVmNNsTZ
— ANI (@ANI) August 6, 2020
આ આગ કઈ રીતે લાગી તે વાતની જાણકારી હજુ સુધી મળી શકી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી. એક અધિકારીએ જણાવ્યું કે વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે આગ લાગી હતી. દુર્ઘટનામાં આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરાયેલા પાંચ પુરુષો અને ત્રણ મહિલાઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
અમદાવાદના એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે શ્રેય હોસ્પિટલના આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરાયેલા કોરોના દર્દીઓના માંથી ૮ લોકોનું મૃત્યુ થઈ ગયું છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. Icu ના દરવાજા માં ફિંગર લોક હતું એટલે ખુલ્યું નહિ.
Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.
— Narendra Modi (@narendramodi) August 6, 2020
અમદાવાદના જેસીપી રાજેન્દ્ર અસારી, સેક્ટર 1એ ઘટના સ્થળે પહોચીને જણાવ્યું હતું કે, આગની ઘટનામાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. અન્ય દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગના અંદરના દ્રશ્યો આવ્યા સામે pic.twitter.com/K5EkRnGWqg
— Trishul News (@TrishulNews) August 6, 2020
આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી અમદાવાદની ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં દુખદાયક ઘટનાથી હું ઉદાસ છું. પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદી સાજા થઇ જાય. મે સીએમ અને મેયર સાથે વાત કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી છે. પ્રશાસન પણ દરેક સંભવ સહયોગ આપી રહ્યું છે.
તેમજ આગની ઘટના બાદ પોલીસ દ્વારા fir દાખલ કરવામાં આવી છે. આ હોસ્પીટલમાં ફાયર પરમિશન હતી નહિ. હાલમાં પોલીસે fir નોંધી હોસ્પીટલના સંચાલક ભરત મહંત ની અટકાયત કરવામાં આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP