ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય- એડવાન્સ ટેક્ષ ભરનાર કરદાતાને મળશે સૌથી મોટી રાહત

ગુજરાત(Gujarat): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા નગરપાલિકાઓના ટેક્ષને લઈને મોટી અને મહત્વની જાહેરાત(Big News) કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઈ કરવાને લઈને મોટી રાહત આપવાના બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ વેરા ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” જાહેર કરવામાં આવી છે. આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના હેતુથી જનહિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે મોટા અને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલા બે મહત્વના નિર્ણયો મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાના ધોરણોમાં સુધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જે કરદાતા તેમની મિલકત પરના બાકી વેરા તા 31 માર્ચ 2023 સુધીમાં ભરપાઇ કરશે તે નાગરિકોને નોટિસ ફી-વ્યાજ-પેનલ્ટી અને વોરંટ ફીમાંથી 100 % માફી આપવામાં આવશે.

જયારે વર્ષ 2023-24ના વેરાની રકમ 30 જૂન-2023 સુધીમાં એડવાન્સ વેરા ભરનારા કરદાતાને 10 % રિબેટ મળવાપાત્ર થશે. આ ઉપરાંત જે કરદાતા ઓનલાઇન પોર્ટલના માધ્યમથી એડવાન્સ ટેક્ષ ભરે છે તેવા કરદાતાને વધારાનું 5 % રિબેટ મળવાપાત્ર રહેશે. ભૂપેન્દ્ર પટેલના આ બે મોટા અને મહત્વના નિણર્યને કારણે એડવાન્સ ટેક્ષ ભરનારા લોકોને મોટી રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *