BREAKING NEWS: દિવાળીને ધ્યાનમાં લઈ સરકારે જાહેર કર્યું જાહેરનામું, જાણો શું ખુલ્લું અને શું રહેશે બંધ?

ગુજરાત: દિવાળીના તહેવારો (Diwali festivals) પાસે આવતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા (State Government) ખુબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારોને…

ગુજરાત: દિવાળીના તહેવારો (Diwali festivals) પાસે આવતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા (State Government) ખુબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારોને લઇ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. 8 મનપામાં રાત્રી કર્ફ્યુમાં ઘટાડો, રાત્રે 12 વગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. 30 નવેમ્બર સુધી જાહેરનામું લાગુ રહેશે. જયારે સિનેમાહોલ 100% ક્ષમતા સાથે ખુલશે.

ગુજરાતના 8 મહાનગરોમાં તારીખ 30-10-2021થી લઈને તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં મુકી દેવામાં આવ્યું છે. રાજ્યના 8 મહાનગરમાં રાત્રે ચાલી રહેલ કર્ફ્યૂમાં મોટી રાહત અપાઈ છે.

દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 8 મનપામાં કર્ફ્યુમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. હવે રાત્રે 12.00 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે કે, જે પહેલા તહેવાર ટાણે ખુલ્લી રાખી શકાતી હતી. આની સાથે જ નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોને પણ પરવાનગી આપી દેવાઈ છે કે, જેથી બેસતા વર્ષ દરમિયાન 400 લોકો સુધી સ્નેહમિલન કાર્યક્રમો યોજી શકશે.

આની સાથે જ સિનેમા હોલને લઈ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા 50% ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100% ક્ષમતા સાથે ખોલી શકાશે. ખુબ લાંબા સમય પછી સ્પા સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સવારે 9 થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી સ્પા સેન્ટર ખુલ્લા રાખી શકાશે.

મહત્વની બાબતો:
આપને જણાવી દઈએ કે, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાત્રિ કર્ફ્યૂનો સમય 1 થી લઈને સવારનાં 5 વાગ્યા સુધીનો રહેશે. જયારે 30 નવેમ્બર સુધી આ નિયમો લાગુ રહેશે તેમજ સિનેમા 100% ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *