ગુજરાત: સરકારી હોસ્પિટલોમાં અબજો રૂપિયા મળવા છતાં 15,000 બાળકોના મોત, ખુદ સરકારે કર્યો સ્વીકાર

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલમાં બાળકોના જન્મદર અને મૃત્યદરના આંકડા રજૂ કર્યા. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં છેલ્લા બે વર્ષમાં 15 હજાર બાળકોના મોત થયા હોવાનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે. આજે વિધાનસભામાં અપાયેલી માહિતીમાં સરકારે જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રોજ 20 કરતાં વધુ બાળકોના મોત થાય છે.

2 દિવસે 41 બાળકોના મોત

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલમાં બાળકોના જન્મદર અને મૃત્યદરના આંકડા રજૂ કર્યા. જેમાં રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 71 હજાર 774 બાળકોનો જન્મ થયો છે. જ્યારે 15 હજાર 13 બાળકોના મોત નિપજ્યા છે. સરકારી આંકડાઓ મુજબ દર 2 દિવસે 41 બાળકોના મોત થાય છે. એટલે કે રોજ 20થી વધુ બાળકોનું સરકારી હોસ્પિટલમાં મોત નિપજે છે. જેમાં સૌથી વધુ 4 હજાર 322 બાળકો અમદાવાદની સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.

છેલ્લા બે વર્ષમાં સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકોમાંથી 71,774 બાળકોને સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ કરાયા હતા, જ્યારે ખાનગી હોસ્પિટલમાં જન્મેલા 34,727 બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા બે વર્ષમાં સરકારી હોસ્પિટના સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં કુલ 1,06,501 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 15,013 બાળકોના મોત થયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ડેપ્યુટી સીએમ અને આરોગ્ય ખાતાંનો હવાલો ધરાવતા નીતિન પટેલે વિધાનસભામાં આ માહિતી આપી હતી.

બાળકોના મોતની સંખ્યામાં અમદાવાદ સૌથી ટોચ પર

બાળકોના મોતની સંખ્યામાં અમદાવાદ સૌથી ટોચ પર છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં બે વર્ષમાં 4322 બાળકોના મોત થયા છે. અમદાવાદ સિવિલ, યુ.એન. મહેતા અને એચ.એલ. ત્રિવેદી હોસ્પિટલ મળીને ક્લાસ 1,2 અને 3ની કુલ મંજુર મહેકમ 1108માં થી 158 જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ક્લાસ-3માં 682 અને ક્લાસ-4 માં 1106 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવામાં આવી છે. યુ.એન.મહેતામાં 1886 જગ્યાઓ કોન્ટ્રાક્ટ આધારિત ભરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કરતી 3 કંપનીઓને 2 વર્ષમાં રૂ. 48 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

રાજ્યમાં 3,83,840 કુપોષિત બાળકો

અત્રે ઉલ્લેખનીય છે કે, 2020-21ના બજેટમાં ગુજરાત સરકારે આરોગ્ય પાછળ 11,243 કરોડ રુપિયા ફાળવ્યા છે. નીતિન પટેલે પોતાની બજેટ સ્પીચમાં શહેરી વિસ્તારમાં દર 10 હજાર વ્યક્તિએ એક આરોગ્ય કેન્દ્ર, નવી મેડિકલ કોલેજો, હાલની હોસ્પિટલોની ક્ષમતા વધારવા સહિતની અનેક જાહેરાતો કરી હતી. જોકે, અબજો રુપિયાના ખર્ચ બાદ પણ ગુજરાત જેવા વિકસિત કહેવાતા રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં થતાં બાળકોના મોતનો આંકડો ખરેખર ચોંકાવનારો છે. સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં 3,83,840 કુપોષિત બાળકો છે. જેમાં છ મહિનાની અંદર જ 2,41,698 બાળકોનો ઉમેરો થયો છે. એક તરફ સરકાર બાળકોને પુરતું પોષણ મળે તે માટે કુપોષણમુક્ત ગુજરાત મહાઅભિયાન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં કુપોષિત બાળકો ઘટવાના બદલે વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *