રાજ્યના તમામ પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ રેંજનાં વડાશ્રીઓ, પોલીસ કમિશ્નર વતી ગૃહ વિભાગ સચિવાલયમાં થોડા દિવસ બાદ આવી રહેલ મુસ્લિમનાં તહેવાર શબ-એ-બારાતની ઉજવણીને લઈ અરજી કરવામાં આવી છે. ૨૮ માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં મુસ્લિમ તહેવાર સબે બારાત ની ઉજવણી થનાર છે.
આ તહેવારના દિવસે મુસ્લિમ લોકો સામૂહિક પ્રાર્થના કરતા હોય છે. આની સાથે જ રાત્રિ દરમિયાન અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હોય છે તેમજ માનવજાતની સુખાકારી માટે દેવી આશીર્વાદ મેળવવા માટે ધાર્મિક પ્રાર્થના કરવામાં આવતી હોય છે. ઇસ્લામિક કેલેન્ડર ના આઠમા મહિનાના 14 થી 15મી દિવસની રાત્રે શબે બારાત એ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુસ્લિમ લોકો મસ્જિદોમાં એકત્ર થઈને તેમના પ્રિય લોકોને કબરની મુલાકાત લેવા માટે જાય છે. સામાન્ય સંજોગોમાં આ તહેવારમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં મસ્જિદ તથા કબ્રસ્તાનમાં ભેગા થતા હોય છે. હાલમાં જ્યારે કોરોનાવાયરસ નો વધારો સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાને લીધે કોરોના સંક્રમણ માં વધારો થવાની સંભાવના રહેલી છે.
કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં એ માટે આ તહેવાર સંદર્ભે મસ્જિદ તેમજ અન્ય સ્થળોએ લોકો ભેગા ન થાય તેમજ કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન થાય તે ખૂબ જરૂરી હોવાથી પોતાના સંબંધમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન ચુસ્તપણે પાલન થાય તે માટે જરૂરી સાવધાની રાખવા તથા સંબંધિતોને સૂચના આપવા સહિતની જરૂરી કાર્ય કરવા ઓર્ડર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ હિન્દુઓના પવિત્ર તહેવાર હોળી પ્રસંગે લોકો એકઠા ન થાય અને કોરોના સંક્રમણ ન વધે તે માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હવે અન્ય ધર્મના ઉત્સવો પર પ્રતિબંધ થતા લોકોમાં તંત્ર પ્રત્યે ઉદાસીનતા દેખાઈ રહી છે. ચૂંટણીના મેળાવડામાં જે કોરોના ગાયબ થયો હતો તે હવે ઉત્સવપ્રિય જનતાને નડશે તેવી ટીખળ લોકો સોશિયલમીડિયામાં કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.