ગુજરાતીઓને વાંધો નથી તો અમારે શું? આવું સમજતી ગુજરાત સરકાર નહીં આપે વીજળી ના ભાવમાં રાહત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી હોય તેમ એક પછી એક નિર્ણય ગુજરાત સરકાર કરી રહી છે. પરંતુ હાલમાં ઉનાળા ની પરિસ્થિતિ અને વીજળીના ઓછા પૂરવઠાને કારણે સામે ચાલી આવી રહેલી ચૂંટણી માં ગુજરાત સરકાર કોઈ રાહત નહીં આપે તેવા સંકેત મળ્યા છે. જેને લઇને ગુજરાતની ચૂંટણીમાં વીજળી બિલ નો પ્રશ્ન સળગતો મુદ્દો બનશે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાલમાં નરેશ પટેલ રાજકારણમાં ગરમી વધારે રહ્યા છે. તો બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવી ને આમ આદમી પાર્ટી પણ ફુલ કરંટ માં છે. ત્યારે આ બંનેનો ડબલ ડોઝ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ને કેવી રીતે લાગે છે તે જોવું રહ્યું.

ગુજરાતમાં વીજ ડ્યુટી ના નામે સરકાર દર વર્ષે ૯ હજાર કરોડથી વધુ જનતાના ખિસ્સામાંથી કાઢી લે છે. ગુજરાત સરકાર દ્વારા વીજ બિલ પર ૧૫ ટકા જેટલી ડ્યુટી લગાડવામાં આવે છે.

ગુજરાતના નાગરિકોને કોઈ વીજ રાહત મળવાની છે કે નહીં તેવો સવાલ વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી વિધાનસભાગૃહમાં ઉઠાવ્યો હતો. જેના લેખિત જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઇએ કહ્યું હતું કે સરકાર હાલમાં આવી કોઈ વિચારણા કરી રહી નથી.

આમ ગુજરાતીઓને આજે વીજ ડ્યુટી ભરવાની કોઇ રાહત મળશે નહીં તે સ્પષ્ટ થઈ ચૂકયું છે. ત્યારે આ મુદ્દાને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આંટી માં લઇ શકે છે. તેમાં બેમત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *