કોણ છે મુખ્યમંત્રીને મળવા ગયેલો આ બુટલેગર ગોટીયો, જેને સુરતના બધા પોલીસ વાળા ઓળખે છે

ગુજરાત રાજ્યમાં છેલા ઘણાં સમયથી ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે, ગુજરાતમાં લુંટ,ખંડણી અને બળાત્કારના આરોપીઓને જાણે પોલીસ અને તંત્રનો જરા પણ ડરના હોય તેવી રીતે તેઓ જાહેરમાં ગુનો કરતા ખચકાટ અનુભવતા નથી અને સરાજાહેર લોકોની વચ્ચે ગુનાને અંજામ આપી રહ્યા છે. સમાજ અને સોસાયટી માટે આ બાબતે ખુબ ગંભીર છે. ગુજરાતમાં દારૂબંધીની વાતો સરકાર અને પોલીસ છેલ્લા ૨૫ વર્ષથી કરે છે, છતાં પણ ગુજરાતમાં આજે ખૂણે ખૂણે દારુ વેચાય છે.

ગુજરાતમાં કામરેજ વિધાનસભાના ધારસભ્ય વી.ડી. ઝાલાવાડિયા એક બુટલેગરને લઈને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવા તેમના કાર્યાલય પર લઇ ગ્યા હતા ત્યારે કોઈ ભાજપના કાર્યકર્તાએ તસ્વીર વાઈરલ કરી દેતા સુરતના રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ ઘટના ગુજરાતમાં કોઈ નવી નથી આ અગાઉ પણ ભૂતકાળમાં આવા અનેક ગુનેગારો અને બુટલેગરો નેતાઓ અને  અધિકારીઓ સાથે ફોટામાં અને ફરતા જોવા મળે છે.

કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા ગોરધન ઉર્ફે ગોટીયા નામના ગુજરાતના લીસ્ટેડ બુટલેગરને ગાંધીનગર લઇ જતા હાલ લોકોમાં આ ગોરધન ઉર્ફે ગોટીયા વિષે પણ કેટલાક સવાલો અને વાતો ચર્ચાનું કેન્દ્ર બની છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગોરધન ઉર્ફે ગોટિયો ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડીયાનો હાથ પકડીને આગળ આવ્યો છે, અને આ ગોરધન હાલ પુણાના ભૈયનગર વિસ્તારમાં રહે છે. અને ગુજરાત રાજ્યનો લિસ્ટેડ બુટલેગર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગોરધન છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં દારૂ સપ્લાય કરે છે તેનું કામ ખૂબ મોટું છે.

આવી સ્થતિમાં એક લીસ્ટેડ બુટલેગર મુખ્યમંત્રી સુધી પોહચી જતા લોકો પણ અચરજમાં મુકાઇ ગયા છે.ત્યારે શું મુખ્યમંત્રીને ફોટો પડાવી રહેલા બુત્લેગરથી અજાણ રાખવામાં આવ્યા હશે? શું ધારાસભ્ય એક બુટલેગરને કેમ મુખ્યમંત્રી પાસે લઇ ગયા હશે? ભૂતકાળમાં ગોરધન ઉર્ફે ગોટીયા ઉપર શહેરના પુણા પોલીસ સ્ટેશન અને ઉધના પોલસ સ્ટેશન,તેમજ અન્ય પોલસ મથકમાં  ગંભીર ગુનાઓ પણ અનેકવાર દાખલ થયેલા છે. પોતાના વિસ્તારમાં માથાભારે ઇસમથી  ઓળખાતા ગોરધન ઉર્ફે ગોટીયાની ગુનાહિત માનસિકતા પોલસ ચોપડે પણ દર્જ છે.

કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા કયા કારણોસર એક બુટલેગર અને ગુનેગારને લઈને મુખ્યમંત્રી કાર્યાલય પોહ્ચ્યા હશે તે પણ એક ચર્ચાનો મુદો છે. સુરત શહેરના લોકો ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા પોતાના કયા અંગત કે રાજકીય લાભ માટે આવા ગુનાહિત માનસિકતા ધરાવતા અને રાજ્યના લીસ્ટેડ બુટલેગરને મુખ્યમંત્રીની મુલાકાત કરાવડાવવા લઇ ગયા હશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *