નવરાત્રીને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય: ફ્લેટ કે સોસાયટીમાં હવે ગરબા રમવા માટે…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ દરમ્યાન, કોરોના કાળમાં નવરાત્રિની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતી કાળથી નવરાત્રી શરુ થઈ રહી છે. તેવામાં ગરબાના રસિયાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવેથી નવરાત્રિમાં સોસાયટીમાં પોલીસ મંજૂરીની જરૂર નથી. નવરાત્રિમાં પૂજા – આરતી માટે પોલીસ મંજૂરીની હવે જરૂર નહીં. પરંતુ સાર્વજનિક, જાહેર સ્થળ, માર્ગો પર પોલીસ મંજૂરી લેવી ફરજિયાત છે.

આજ રોજ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓમાં રહેતા લોકોને તેમના આવા સ્થળ કે પ્રિમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. જોકે, અત્રે ઉલેખનીય છે કે, નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી –પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે.

અત્રે ઉલેખનીય છે કે, નવરાત્રી આવતીકાલથી શરુ થઈ રહી છે ત્યારે ખેલૈયાઓ માટે આજરોજ રાજ્ય સરકાર દ્વારા એક સારા સમાચાર સામે આવ્યા છે. કેમકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે પાર્ટી પ્લોટ, શેરી-ગરબાના આયોજન માટે પોલીસ મંજૂરી આપવામાં આવી નથી. અમદાવાદ પોલીસ(Ahmedabad Police) દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાં મુજબ નવરાત્રીમાં માત્ર માતાજીની સ્થાપના અને આરતી કરી શકાશે. તેના માટે પણ સ્થાનિક પોલીસની મંજૂરી મેળવવી પણ અગત્યની રહેશે. ખાસ કરી એક સોસાયટીમાં માતાજીના સ્થાપના વિધિ કે આરતી સમયે 200થી વધુ વ્યક્તિઓ એક સાથે ભેગા થઈ શકશે નહીં. આરતીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ(Social Distance)નું પાલન કરવું જરૂરી રહેશે. પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહિં કરનાર વ્યક્તિઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રી માટે રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન
કોરોનાવાળા કંટેંનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારનું આયોજન થશે નહિ. આ ઉપરાંત, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરમિશન લેવી જરૂરી છે. બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રાખવું પડશે. પૂજા આરતી માટે એક કલાકની મંજૂરી આપવામાં આવશે. પૂજા કે આરતી દરમિયાન મૂર્તિ અને ફોટા ને સ્પર્શ નહી કરી શકાય. લોકોને ખુલ્લો પ્રસાદ આપી શકાશે નહી, પેકેટ માં પેક કરીને જ પ્રસાદ આપવો પડશે.

પ્રસાદ વહેંચતા લોકોએ માસ્ક અને હાથે મોજાં પહેરવા જરૂરી થર્મલ સ્કેનીગ, અને ઑક્સીમીટર રાખવું પડશે. જાહેરમાં પાન મસાલાનું સેવન કરી શકાશે નથી. નાના બાળકો અને વૃદ્ધો હાજર ન રહે તે જરૂરી… મૂર્તિ વિસર્જન થઈ શકશે નહી. રાવણ દહન, અને સ્નેહ મિલન કરી શકાશે નહી. આરતી અને પૂજામાં ઊભા રહેવા માટે ફૂટ પ્રિન્ટ અથવા તો રાઉન્ડ કરવા જરૂરી રહશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *