દેશમાં સૌથી વધારે મહિલાઓ ગુમ થવાની બાબતમાં ગુજરાત મોખરે- જાણો છેલ્લા ત્રણ વર્ષના આંકડા

ઘણીવાર રાજ્યમાંથી મહિલાઓ ગુમ થઈ જતી હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે, હાલમાં પણ આને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.’નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો’ એટલે કે NCRB એ જાહેર કરેલ અહેવાલમાં દેશમાં સ્ત્રીઓ ગુમ થવાનાં કેસની સૌથી વધારે સંખ્યા ધરાવતા મુખ્ય 10 રાજ્યોમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે બીજાં રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, તમિલનાડુ, ઓરિસ્સા, કર્ણાટક તથા છત્તીસગઢનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.NCRB નાં અહેવાલ પ્રમાણે વર્ષ 2016માં ગુજરાત રાજ્યમાં કુલ 7,105 મહિલાઓ ગુમ થઈ હતી.

જયારે વર્ષ 2017માં કુલ 7,712 તથા વર્ષ 2018માં કુલ 9,246 મહિલાઓ ગુમ થઈ હતી. મહારાષ્ટ્રમાં વર્ષ 2016માં કુલ 28,316 મહિલાઓ ગુમ થઈ હતી. વર્ષ 2017માં કુલ 29,279 તથા વર્ષ 2018માં કુલ 33,964 મહિલાઓ ગુમ થઈ હતી.

દ્રિતીય નંબર પશ્ચિમ બંગાળનો આવે છે. જેમાં વર્ષ 2016માં કુલ 24,937, વર્ષ 2017માં કુલ 28,133 તથા વર્ષ 2018માં કુલ 31,299 મહિલાઓ ગુમ થઈ હતી. ત્રીજા નંબર પર આવતું મધ્યપ્રદેશમાં વર્ષ 2016માં કુલ 21,435,  વર્ષ 2017માં કુલ 26,587 તથા વર્ષ 2018માં કુલ 29,761 મહિલાઓ ગુમ થઈ હતી.

ચોથા નંબર પર આવતું દિલ્હીમાં વર્ષ 2016માં કુલ 12,067, વર્ષ 2017માં કુલ 12,202, વર્ષ 2018માં કુલ 13,272 મહિલાઓ ગુમ થઈ હતી.NCRBનાં અહેવાલ પ્રમાણે વર્ષ 2016-17 તેમજ વર્ષ 2018 દરમિયાન દેશમાં ગુમ થયેલ બાળકોની સંખ્યાની દૃષ્ટિએ મધ્યપ્રદેશ મોખરે રહ્યું છે.

જેમાં વર્ષ 2016માં કુલ 8,503, વર્ષ 2017માં કુલ 10,110 તથા વર્ષ 2018માં કુલ 10,038 બાળકો ગુમ થયાં હતાં. ગુજરાત રાજ્યમાં છેલ્લા માત્ર 3 વર્ષમાં એટેલ કે વર્ષ 2016માં કુલ 1,315 તથા વર્ષ 2017માં કુલ 1,412 અને વર્ષ 2018માં કુલ 1,898 બાળકો ગુમ થયાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *