ગુજરાત(Gujarat): સુરત(Surat) શહેરના કતારગામ(Katargam)ના સીંગણપોર(Singanpore) વિસ્તારમાં આવેલી રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ અંગેની મામલો હાઇકોર્ટ(High Court)માં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન(SMC)ના સત્તાવાળાઓ તેનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી આ અંગે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ.જે. દેસાઇ(A.J. Desai) તથા ન્યાયમૂર્તિ નિરર્ઝ દેસાઇ(Nirarz Desai)ની ખંડપીઠે સુરત મ્યુનીસીપલ કમિશનર સહિત કતારગામના ઝોનલ અધિકારી સહિતના સત્તાવાળાઓને નોટીસ ફટકારવાનો હુક્મ કરવામાં આવ્યો છે. હવે પછીની વધુ સુનાવણી આગામી તારીખ પર મુકરર કરવામાં આવી છે.
સુરતના કતારગામ વિસ્તારના સીંગણપોરમાં આવેલી રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં પ્લોટ નંબર 33 ઉપર કોઇપણ પ્રકારની રજાચિઠ્ઠી વગર ધર્મેશ અમરસિંહભાઇ ગોપાની ગેરકાયદેસર બાંધકામ કરતાં હોવા અંગેની રીટ અરજી અંજુબેન માવજીભાઇ ભીંગરાડીયા તથા અન્ય સભ્યોએ એડવોકેટ નિમિષ એમ. કાપડિયા દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાએ 18-4-2019ના રોજ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટીસ આપી હતી અને હુક્મ કર્યો હતો. પરંતુ ધર્મેશભાઇએ પોતાનું ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું હતું અને કામ પણ કર્યું હતું .
અરજદારોની રજૂઆતના પગલે હાઇકોર્ટે 22-1-20ના રોજ સુરત મ્યુનીસીપલ કમિશનરને ગેરકાયદેસર બાંધકામ અંગેની કાયદેસરની કાર્યવાહી 17-2-20 સુધીમાં પૂર્ણ કરી દેવા માટે હુક્મ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન તરફથી વકીલે કોર્ટ સામે નિવેદન આપ્યું હતું કે, તેઓ અધિકારીને જણાવશે કે, હવે પછી વધુ બાંધકામ ના થાય ત્યારબાદ મ્યુનીસીપલ કમિશનરને વારંવાર વિનંતી કરવા છતાં પણ હાઇકોર્ટે આપેલા સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ડિસેમ્બર-2020માં ઝોનલ અધિકારીએ રૂબરૂ સુનાવણી રાખી હતી.
પરંતુ તેમ છતાં તારીખ 28-8-21 સુધી કાર્યવાહી પુરી કરી કાયદા પ્રમાણેનો હુક્મ કરવામાં આવ્યો નહિ અને હાઇકોર્ટના હુક્મનો અમલ કરવામાં આવ્યો નથી. કાયદેસર નોટીસ આપવા છતાં પણ બાંધકામમાં પહેલાં માળે ધર્મેશભાઇએ પતરાં ચઢાવ્યા, ગટર, ઇલેકટ્રીક, પાણીના જોડાણો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેથી અરજદારોએ ઉપરોક્ત અધિકારીઓ તથા ધર્મેશભાઇ વિરુધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવા માટે યોગ્ય દાદ માંગતી રીટ અરજી દાખલ કરવામાં આવી હતી. જેની પ્રાથમિક સુનાવણી થયા બાદ હાઇકોર્ટની ખંડપીઠે ઉપર્યુક્ત નોટીસ કાઢવાનો હુક્મ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.