ગુજરાત હાઈકોર્ટે માસ્કના દંડ અંગે લીધો મહત્વનો નિર્ણય- જાણો સરકારને શું કહ્યું?

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.

સરકાર દ્વારા કોરોનાની મહામારી સામે લડવા માટે કહ્યું છે કે, માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને વારંવાર સાબુથી હાથ ધોવા. ત્યારે આ કોરોનાની મહામારી દરમિયાન લોકોને માસ્ક ન પહેરવા પર મસ મોટો દંડ ભરવો પડે છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે.

ગુજરાત સરકારે લોકોને મસ્કના દંડમાંથી મુક્તિ આપવા માટે વિચાર કર્યો છે. માસ્ક ન પહેરવા પર હજાર રૂપિયાનો દંડ ઘટાડવા માટે એડવોકેટ જનરલ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે આ અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યારે માસ્કનો દંડ ઘટાડવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો છે.

હાઈકોર્ટે જણાવતા કહ્યું છે કે રાજ્યના ૫૦ ટકા જેટલી વસતીનું રસીકરણ થવા દો. પછી દંડ ઘટાડવા માટેનો નિર્ણય લઇશું. સાથે હાઈકોર્ટે જણાવતા કહ્યું હતું કે, હાલના સમયે દંડની રકમમાં ઘટાડો કરવો વ્યાજબી નથી. તેમની સાથે હાઈકોર્ટે જણાવતા કહ્યું છે કે, 50 ટકા જેટલી વસ્તી નું વેક્સિનેશન થઈ જાય ત્યારબાદ માસ્ક ન પહેરવા પર ૫૦૦ રૂપિયાના દંડ બાબતે વિચાર કરી શકાય,હાલ નહીં.

માસ્ક ન પહેરવા પર હજાર રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે બીજી લહેર ધીમે ધીમે પૂર્ણ થઇ રહી છે અને ત્રીજી લહેર આવી રહી છે ત્યારે સરકારે રસીકરણ પર વધુ ધ્યાન આપવું જોઇએ તેવું હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *