ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 11-12 જૂને વરસાદ આવશે
ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 11-12 જૂને સમગ્ર ગુજરાતમાં પુન:વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 13 અને 14 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઉપર અપર એર સાઇક્લોનિક સિસ્ટમ સર્જાતા વરસાદ થયો છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. આગામી 14 જૂને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત 14 જૂને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભરૂચ, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ
ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ, ગુજરાતમાં સોમવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી.
બુધવારથી ગુરુવાર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગ મુજબ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ જોવા મળ્યો હતો. એ સિવાય ભારતના અનેક ભાગો જેમકે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
હવામાન ખાતા દ્વારા આગાહી: 14 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ
અત્રે નોંધનીય છે કે, ઠંડરસ્ટ્રોમના કારણે આગામી 14 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે 40 કિ.મીની ઝડપથી પવન ફૂંકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જારી કરેલી વિગતો પ્રમાણે, દદક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ અને વડોદરામા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, પોરબંદર તથા દેવ ભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ સિવાય કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પ્રિ મોન્સુન એક્ટિવિટીમા પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની રાહત મળ્યા બાદ ચોમાસુ પ્રિમોન્સૂન એક્ટિવીટી ચાલુ થઈ ગઈ છે. ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં આગામી સમયમાં પણ હજુ બે દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે છે. વેધર અપડેટ મુજબ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ મા વરસાદી એક્ટીવીટી જોવા મળી. હાલમાં આગોતરા અંદાજ મુજબ બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની સંયુક્ત અસરથી આગળના સમયમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. હજુ પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news