સૌથી ખતરનાક અને ઝડપી ફેલાતા કોરોના વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી- આ શહેરમાં નોંધાયો પ્રથમ કેસ 

ગુજરાત(Gujarat): હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના(Corona)ના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ત્યારે અમેરિકામાં કોરોના XBB.1.5નું નવું વેરિયન્ટ હાલ ચીન, અમેરિકા સહિતના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહ્યું છે. જે અન્ય વેરિયન્ટની સરખામણીમાં અત્યંત ખતરનાક છે. નવા વેરિયન્ટ વિશે મળતી જાણકારી અનુસાર, અગાઉના BQ1 વેરિયન્ટ કરતાં 120 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યું છે. એ માણસની રોગપ્રતિકારક સિસ્ટમને ચકમો આપવામાં અગાઉનાં તમામ વેરિયન્ટ કરતાં વધુ ખતરનાક છે. આ દરમિયાન, ભારતમાં પણ હવે આ XBB.1.5 વેરિયન્ટનો કેસ મળી આવ્યો છે. જોકે ગુજરાતમાં પણ નવા વેરિયન્ટે પ્રવેશ કરી લીધો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી XBB.1.5 વેરિયન્ટના ત્રણ કેસ નોંધાય ચુક્યા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં પણ એક એક કેસ સામે આવી ચૂક્યો છે. XBB.1.5 વેરિયન્ટ સામે વેક્સિનની કોઈ અસર થશે નહીં. એટલે કે અત્યાર સુધી આપવામાં આવેલ વેક્સિનના ડોઝ પણ આ વેરિયન્ટ સામે નકામા સાબિત થશે તેવું કહી શકાય. આ XBB.1.5 વેરિયન્ટથી સંક્રમિત થવાની સંભાવનાઓ વધુ છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેલાતો XBB.1.5 વેરિયન્ટ છે અને કોરોનાના બે વેરિયન્ટમાંથી XBB.1.5 વેરિયન્ટ બન્યો છે. ઈમ્યૂન સિસ્ટમ હોવા છતાં XBB.1.5 વેરિયન્ટ એક બીજામાં સંક્રમણ ફેલાવે છે. ઈમ્યૂન સિસ્ટમ ઓછી હોય તેવાએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. અમે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા અમેરિકામાં આ વેરિયન્ટનો કેસ સામે આવ્યો હતો.

કોરોના વાયરસના લક્ષણો:
ગળામાં ખારાશ, છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઇ જવું, કફ વગરની ઉધરસ, માથાનો દુખાવો, કફ સાથે ઉધરસ, બોલવામાં તકલીફ, સ્નાયુમાં દુખાવો, ગંધ ન આવવી, ખૂબ તાવ, ઠંડી સાથે તાવ, સતત ઉધરસ, શ્વાસની તકલીફ, થાક લાગવો, ભૂખ ન લાગવી , ઝાડા, બીમાર હોવું વગેરે કોરોના વાયરસના લક્ષણો છે.

જો લક્ષણો દેખાય તો શું કરવું?
નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે, ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોને સંક્રમિત કરતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમણ લાગ્યાના 10 દિવસ સુધી ચેપ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેમની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *