સાચવજો બાપલ્યા..! કોરોનાની સાથે આ રોગે પણ મચાવ્યો છે તરખાટ- ગુજરાતના આ શહેરમાં નોંધાયા અઢળક કેસ

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)મા પુરા થયેલા વર્ષ-2022મા મચ્છરજન્ય રોગચાળો બેફામ ફાટી નીકળ્યો હતો.વર્ષ-2022માં ડેન્ગ્યૂના કુલ 2538 કેસ નોંધાયા હતા અને તેની સાથે ડેન્ગ્યૂથી ત્રણ દર્દીના મોત પણ થયા હતા. જો વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ મહિનામા ઓરીના 600 કેસ જયારે વર્ષ-2022મા ઓરીના કુલ 743 કેસ સામે આવ્યા હતા. કોરોનાના શહેરમા હાલમા કુલ દસ સક્રિય કેસ છે. કોવિશિલ્ડ વેકિસન આવતા હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગશે.

જો વાત કરવામાં આવે તો વર્ષ-૨૦૨૨મા શહેરમા મેલેરિયાના કુલ 1273, ઝેરી મેલેરિયાના 179 જયારે ડેન્ગ્યૂના 2538 કેસ સામે આવ્યા હતા. દક્ષિણ ઝોનમા ડેન્ગ્યૂના વર્ષ દરમિયાન 515, પૂર્વઝોનમા 571 ઉપરાંત પશ્ચિમ ઝોનમા 400થી વધુ કેસ સામે આવ્યા હતા. મધ્યઝોનમા 153, ઉત્તરઝોનમા 277 તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમા 353 તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમા 200થી વધુ ડેન્ગ્યૂના કેસ સામે આવ્યા હતા.

આ સાથે રામોલ અને લાંભામા અનુક્રમે 200 કેસ નોંધાયા હોવાનુ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ડેન્ગ્યૂ માટે વર્ષ દરમિયાન 26,633 સીરમ સેમ્પલ લેવામા આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના 1274 તથા ઝેરી મેલેરિયાના 179 કેસ સામે આવ્યા હતા. જયારે ચિકનગુનિયાના 278 કેસ સામે આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા અનુસાર, પુરા થયેલા વર્ષ-2022મા પાણીજન્ય રોગના કેસમા પણ વધારો નોંધાયો હતો. ડીસેમ્બર મહીનામા ટાઈફોઈડના 365, ઝાડા ઉલટીના 369 જયારે કમળાના 316 કેસ સામે આવ્યા હતા.

ગયા વર્ષે ઓકટોબર 2022મા ઓરીના 115,નવેમ્બરમા 337 તથા ડીસેમ્બરમા 134 કેસ સામે આવ્યા હતા.ઓરી સામે નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને રક્ષિત કરવા એકલાખ બાળકોને અત્યાર સુધીમા વેકિસન આપવામા આવી છે.

વર્ષ-2022 દરમિયાન શહેરમા સીઝનલ ફલૂના કુલ મળીને 1142 કેસ સામે આવ્યા હતા. શહેરમા હાલની પરિસ્થિતિમા કોરોના સામે રક્ષિત કરવા કોવેકિસનનો પ્રથમ અને બીજો ડોઝ લેનારા લોકોને કોવેકિસન વેકિસનનો પ્રિકોશન ડોઝ આપવામા આવી રહયો છે. કોરોનાના દસ એકિટવ કેસ પૈકી ચાર કેસમા ટ્રાવેલ હીસ્ટ્રી હોવાનુ તપાસમા સામે આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *