ગુજરાત: ઘરવાળી સાથે ઝઘડો થતાં ઉશ્કેરાયેલ પતિએ તીક્ષ્ણ હથીયાર વડે પત્નીના શરીરનું આ મહત્વનું અંગ કાપી નાખ્યું

હાલમાં સમગ્ર રાજ્યમાં મહિલાઓ પર શારીરિક તથા માનસિક અત્યાચારનાં ગુનાઓનાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણા સમાજમાં સ્ત્રીઓને જે સમ્માન મળવું જોઈએ એ મળતું…

હાલમાં સમગ્ર રાજ્યમાં મહિલાઓ પર શારીરિક તથા માનસિક અત્યાચારનાં ગુનાઓનાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણા સમાજમાં સ્ત્રીઓને જે સમ્માન મળવું જોઈએ એ મળતું નથી. જેને લીધે સમગ્ર રાજ્યમાં કેટલીક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. સ્ત્રીઓને સમ્માન ન મળવાનું કારણ શિક્ષણ રહેલું છે.

હાલમાં ગીરગઢડામાંથી એક મહિલાની સાથે નિલજ્જતાનો એક ઘટના સામે આવી રહી છે. ગીરગઢડામાં આવેલ કોદીયા નામના ગામમાં પતિએ પત્નીનું નાક કાપી નાંખ્યું હતું. ત્યારપછી મહિલાની હાલત ગંભીર જણાતાં એને તાત્કાલિક રાજકોટમાં આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, પતિ-પત્નીની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતાં હતા. આજે વહેલી સવારમાં પણ પતિ- પત્નીની વચ્ચે થયેલ ઝઘડાને લીધે મારામારી થઈ હતી. ત્યારપછી પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું હતું. મહિલાનું નાક કાપી નાખતાં એને ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યારપછી લોહીલુહાણ સ્તિથીમાં મહિલાને 108 એમ્બયુલન્સમાં ઉનામાં આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારપછી હાલમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ છે. આ ઘટનાની મળતી જાણકારી મુજબ, ગીરગઢડામાં આવેલ કોદીયા ગામમાં દંપતીની વચ્ચે ગુરૂવારની સવારમાં ઝઘડો થયો હતો.

જેમાં બંનેની વચ્ચે મારામારી થઈ જતાં પતિએ ઉશ્કેરાઈને પત્નીનું તીક્ષ્ણ હથિયાર વડે નાક કાપી નાખતા હોબાળો મચી ગયો છે. પત્નીનું નાક કાપી પતિ ભાગી ગયો હતો. મહિલા લોહીલૂહાણ હાલતમાં જ બેભાન થઈ ઘરમાં ઢળી ગઈ હતી. આજુબાજુના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારપછી ગીરગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહિલાની હાલત ખુબ ગંભીર હોવાથી એને વધુ સારવાર અર્થે રાજકોટમાં આવેલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી તેમજ પોલીસે નાક કાપનાર મહિલાના પતિની તપાસ હાથ ધરી છે. પોલીસે પરિવારના લોકોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *