ગુજરાત દેશના પ્રથમ ત્રણ ભ્રષ્ટ રાજ્યોમાં પહોંચી ગયું- વાંચો રિપોર્ટ

હાલના સમયમાં વિશ્વના કોઈ પણ લોકશાહી દેશ માટે સૌથી મોટી સમસ્યા ભ્રષ્ટાચાર છે. સરકાર ઉપરાંત સામાજિક સંસ્થાઓ પણ પોતાની રીતે ભ્રષ્ટાચારને નાથવા માટે લોકોને જાગૃત કરવા માટે અવનવા કાર્યક્રમો યોજી રહી છે, છત્તા ભ્રષ્ટાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં એક આંકડા સામે આવ્યા છે, જેમાં દેશના રાજ્યોમાં ભ્રષ્ટાચાર કેટલો વ્યાપો છે, તે અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં તમને જાણીને નવાઈ લાગશે કે, દેશમાં સૌથી વિક્સિત કહેવાતા રાજ્ય ગુજરાતનો ભ્રષ્ટાચારમાં ત્રીજો નંબર આવ્યો છે.

ભ્રષ્ટાચારને માપવા માટે નીતિ આયોગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. નીતિ આયોગના આંકડા અનુસાર, ગુજરાત 1,677.34 ભ્રષ્ટાચાર સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતની પહેલા તમિલનાડુ 2,492.45 સાથે પ્રથમ અને ઓરિસ્સા 2,489.83 સૂચકાંક સાથે ત્રીજા નંબર પર છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ના આંકડા અનુસાર, 2018માં ભ્રષ્ટાચારના મામલાની સંખ્યા 2017ની સરખામણીમાં બમણી થઇ ગઇ છે. ભ્રષ્ટાચારના કેસોની સંખ્યા 2017માં 216થી વધીને 2018માં 729 થઇ ગઇ છે.

ભ્રષ્ટાચારનું તાજેતરમાં ઉદાહરણ આપવું હોય તો આરટીઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમો ના દંડ પર ઘણી ખરી છૂટછાટ આપી છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર આરટીઓમાં જોવા મળે છે. આરટીઓના કર્મચારી ગેર રીતે વાહન ચલાવનારાઓને પકડે તો છે, પરંતુ દંડ ફટકારી રસીદ આપવાને બદલે લાંચ લઈને છોડી મૂકે છે.

અગાઉ GSLDCની (Gujarat State Land Development Corporation Ltd) ઓફિસમાં એક દરોડા દરમિયાન ACBએ 56 લાખ રૂપિયા રોકડા કબ્જે કર્યા હતા. આ ઉપરાંત જમીન કૌભાંડ, અનેક નકલી બિલો અને સરકારી મદદ મંજૂર કરવા માટે અધિકારીઓ દ્વારા ખેડૂતો પાસેથી લાંચ માંગવા જેવી અનેક રીતે ગેરરીતિઓ આચરવામાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *