જિંદગી બદલી નાખતો પ્રેમ હત્યા પણ કરાવે છે. એમાં ગુજરાતની વાત કરીએ તો 2017માં 18% હત્યાઓ પ્રેમના લીધે થઈ હતી. રાજ્યમાં 2017માં 126 લોકોની હત્યા અફેરના લીધે થઈ હતી અને 46 લોકો આડા સંબંધોને લીધે મોતને ભેટ્યા હતા. આ માહિતી નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના રિપોર્ટ ક્રાઈમ ઈન ઈન્ડિયા 2017માં પૂરી પાડવામાં આવી છે.
સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેટિસ્ટિક એજન્સીએ વિવિધ મથાળા હેઠળ માહિતી અલગ તારવી છે. જેમાં જાણવા મળ્યું કે, લગભગ 50 ટકા હત્યા કોઈ તકરારને લીધે થઈ છે. ત્રણ ચતુર્થાંશ મૃતકોની ઉંમર 18થી 45 વર્ષની વચ્ચે હતી. જો કે, 2016ની સરખામણીમાં રાજ્યમાં હત્યાની સંખ્યામાં 14%નો ઘટાડો નોંધાયો છે, જે રાજ્ય માટે સારી વાત ગણી શકાય. ઉપરાંત આ રિપોર્ટમાં રાજ્યના બે મોટા શહેરોમાં પણ હત્યાનો આંકડો નીચો આવ્યો હોવાનો ઉલ્લેખ છે. 2016માં અમદાવાદ અને સુરતમાં 100થી વધુ હત્યાના ગુના નોંધાયા હતા. રિપોર્ટ પ્રમાણે, 2017માં અમદાવાદ અને સુરત બંને શહેરોમાં હત્યાની સંખ્યા 13 જેટલી ઘટી છે.
અમદાવાદમાં 34 લોકોની હત્યા ઝઘડાના લીધે, 21ની વેરવૃત્તિના લીધે અને 10 લોકોની હત્યા પ્રેમ પ્રકરણના લીધે થઈ છે. હત્યાના 16 કેસ ઉકેલાયા નથી અથવા પોલીસને કોઈ નક્કર કારણ મળ્યું નથી જ્યારે લૂંટના કારણે બે લોકોના મોત થયા છે. સુરતમાં વેરવૃત્તિના કારણે 50 ટકા હત્યાઓ થઈ છે. 7ના મોત પારિવારિક ઝઘડાના લીધે જ્યાપે બેના મોત આર્થિક લેવડ-દેવડના લીધે થયા છે. કુલ 14 લોકોના મોત પ્રેમ પ્રકરણના કારણે જ્યારે શહેરમાં એક કિસ્સો ઓનર કિલિંગનો નોંધાયો છે, તેમ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાજ્યમાં 2016માં ઓનર કિલિંગની 10 ઘટના બની હતી જ્યારે 2017માં એકપણ કિસ્સો નોંધાયો નહોતો. 14 લોકોના મોત લૂંટફાટની ઘટનામાં થયા. જ્યારે 6ના મોત કાળા જાદુ કે તાંત્રિક વિધિના લીધે થયા, 2016માં આ આંકડો 14 હતો. પાંચ લોકોની હત્યા પાણીના ઝઘડાને લીધે
થઈ હતી.
NCRB નાં આંકડા પ્રમાણે હત્યાનું પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ
દેશમાં વધી રહેલાં ક્રાઈમ દર્શાવતા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ મુજબ વર્ષ 2001થી 2017 દરમિયાન હત્યાનાં મુખ્ય કારણોમાં સૌથી વધુ હત્યા પ્રેમ પ્રકરણનાં કારણે થઈ હોવાનો ઘટસ્ફોર્ટ થયો છે. NCRBનાં આંકડા જોઈએ તે પ્રેમ પ્રકરણમાં સૌથી વધું હત્યામાં આન્ધ્રપ્રદેશ (384 હત્યા) પ્રથમ અને મહારાષ્ટ્ર (277 હત્યા) દેશમાં બીજા ક્રમાંકે છે. તો ત્રીજા ક્રમે ગુજરાત છે. ગુજરાતમાં 156 હત્યા પ્રેમપ્રકરણનાં કારણે થઈ છે. જ્યારે ચૌથા ક્રમે પંજાબ છે અહીં 98 છે.
NCRB મુજબ ગુજરાતમાં હત્યાનાં કારણો
ગુજરાતમાં હત્યાનાં મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ છે જેમાં 156 કેસ નોંધાયા છે. જ્યારે બીજુ મહત્વનું કારણ અંગત અથવા જુની અદાવત છે. જેને લઈને 151 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 101 કેસ સંપતિ વિવાદ, 68 કેસમાં લાલચ અને 18 કેસમાં કોમવાદને કારણે હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે.
પ્રેમ પ્રકરણનાં કારણે હત્યામાં વધારો
2017ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ 156 હત્યા થઈ છે. તેની સામે અંગત અદાવતમાં 151, સંપત્તિ વિવાદમાં 101, લાલચમાં 65 જ્યારે કોમવાદના નામે 18 હત્યા થઈ હતી. આ વિષે વાત કરીએ તો વર્ષ 2001માં દેશમાં 36202 હત્યા થઈ હતી. જ્યારે 2017માં હત્યાનાં પ્રમાણમાં 21 ટકા ઘટાડો થયો છે. વર્ષ 2017માં આ આંક 28653 છે. જેમાં પ્રેમ પ્રકરણને કારણે થતી હત્યામાં 28 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે સંપત્તિ વિવાદમાં 12 ટકાનો ઘટાડો અને અદાવતમાં થતી હત્યામાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.