ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ બહાર પડેલી માહિતી અનુસાર, અરવલ્લીના ભિલોડામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો. ભિલોડા ધોલવાણી મોહનપુર સહિતના વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. 3.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભીલોડાના ગોવિંદનગર ખારવાફળી, ત્રિભોવનનાગર સહિતના વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ભરાતાં લોકો ઘરોની બહાર આવી ગયા હતા. તો બીજી તરફ, વીજળી પણ ડૂલ થતાં લોકોની હાલાકી પણ વધી ગઈ હતી. હાથમતી અને બુઢેલી નદીમાં ભારે વરસાદથી નવા નીર આવ્યા છે. તો ઇડર-ભીલોડા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. આ કારણે અનેક વાહનો રોડ પર અટવાયા હતા.
20 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 20 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
21 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 21 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, સુરત અને નવસારીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
22 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 22 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, આણંદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદ પડશે.
23 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 23 ઓગસ્ટના રોજ આણંદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
24 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 24 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના પાટણમાં અત્યંતભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews