છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 236 તાલુકાઓમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી: બોરસદ અને વડોદરામાં તો ભુક્કાં બોલાવી દીધા

Gujarat Heavy Rain: ગુજરાતભરમાં વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 236 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ(Gujarat Heavy Rain) આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ પડયો છે.

ભારે વરસાદને પગલે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યભરમાં ચોમાસું બરાબર જામી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ઉપરાંત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘણો વધારો થયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તંત્ર દ્વારા અહીંના નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. તો નર્મદાના તિલકવાડામાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અને વડોદરાના પાદરા તાલુકામાં 8.5 ઈંચ વરસાદ થયો છે. તો ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ થયો છે તો ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં 6.5 ઈંચ વરસાદ થયો છે. તો નાંદોદ અને સિનોરમાં 6-6 ઈંચ વરસાદ થયો છે. જયારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઈંચ થયો છે. દેહગામમાં 5.5 ઈંચ, હાંસોટમાં 5.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે.