ગુજરાતના 300થી વધુ યાત્રાળુઓ બદ્રીનાથ હાઇવે પર ફસાયા, જુઓ ખૌફનાક ભૂસ્ખલનનો વીડિયો

Uttarakhand Landslides: ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ જનારા કેટલાક શ્રધાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનાં 300 થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં અરવલ્લીનાં 20 જેટલા શ્રદ્ધાળુઓ(Uttarakhand Landslides) ચારધામની યાત્રા દરમ્યાન ભૂસ્ખલન સર્જાતા ફસાયા હતા.

ભારે વરસાદ બાદ હાઇવે પર ભૂસ્ખલન થતા યાત્રીઓ અને પ્રવાસીઓ હાઇવે પર ફસાયા હતા. સ્થાનિક તંત્રને આ અંગે જાણ થતા ભારે જહેમત બાદ હવીએ સાફ કરી વાહન વ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો. ભૂસ્ખલનનાં 36 કલાક બાદ વાહન વ્યવહાર શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાંકડા રોડ પર ખાઈ અને ભૂસ્ખલનનાં જોખમ વચ્ચે શ્રદ્ધાલુઓ ચારધામની યાત્રાએ આગળ વધ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મહાકાય પથ્થરો તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો.

સોમવારે  ઉત્તરાખંડના કુમાઉના તેરાઈ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે સ્થિતિ નિયંત્રણ બહાર જતી જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર  ઉધમ સિંહ નગર જિલ્લાના ખાતિમા અને સિતારગંજના ઘણા વિસ્તારો પૂરમાં ડૂબી ગયા છે.

ખરાબ હવામાનને કારણે કાટમાળના કારણે રવિવારે સવારે ખોરવાઈ ગયેલા બદ્રીનાથ હાઈવે પર વાહનોની અવરજવર સોમવારે સાંજે 6 વાગ્યે 34 કલાક પછી સરળ થઈ ગઈ હતી. વિષ્ણુપ્રયાગ અને ઘુડસિલમાં હાઈવે બ્લોક થવાને કારણે લગભગ 2000 શ્રદ્ધાળુઓ લગભગ આઠ કિલોમીટરનું અંતર ચાલીને બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા.

વિષ્ણુપ્રયાગમાં, રવિવારે સવારે 6 વાગ્યે, હાઇવે પર એક ખડક તૂટી ગયો, જ્યારે ઘુડસિલમાં, હનુમાન ચટ્ટીથી લગભગ બે કિમી આગળ, બીઆરઓનું કટર મશીન પથ્થરોની વચ્ચે દટાઈ ગયું. હાઈવે ખુલ્લો ન હોવાનું જોઈને શ્રદ્ધાળુઓ પગપાળા ધામ જવા નીકળ્યા હતા અને આઠ કિલોમીટર ચાલીને ધામ પહોંચ્યા હતા. કાટમાળ હટાવ્યા બાદ અને મશીન હટાવ્યા બાદ સોમવારે સાંજે હાઇવે પર વાહનોની અવરજવર શરૂ થઇ શકી હતી. મોડી સાંજ સુધી 2,640 શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી.