યે દેશ હૈ વીર જવાનો કા…ગુજરાતના આ ગામમાં 10-20 નહીં પણ 400થી વધુ યુવાનો બજાવે છે આર્મીમાં ફરજ

Indian Army: ભારતીય સેનામાં રહીને દેશની સેવા કરવી એ બહું મોટું કામ છે. ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું એક ગામ એવું છે. જેની દરેક ઘરની (Indian Army) ઓછામાં ઓછી એક વ્યક્તિ ભારતીય સેનામાં ફરજ બજાવે છે. કોડિયાવાડા ગામમાં 700 જેટલા ઘર છે.જેમાંના 500 થી વધુ લોકો ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે.

ગામે દેશને 500થી વધુ જવાન આપ્યા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું કોડિયાવાડા ગામ 700 જેટલા ઘર ધરાવે છે. જેમાં મોટાભાગે ચૌધરી રાવળ અને ડામોર સમાજના લોકો વસે છે. આ ગામે ભારતીય સેનાને 500 થી વધુ જવાન આપ્યા છે. તો 200 જેટલા લોકો ભારતીય સેનામાં ફરજ બજાવી રિટાયર્ડ થઈ ચૂક્યા છે. જ્યારે 400થી વધુ દીકરાઓ હાલ પણ ફરજ બજાવી રહ્યા છે.

બાળપણથી જ સંતાનોને આર્મીમાં જવા પ્રેરાય છે.
કોડિયાવાડા ગામ ના ડેપ્યુટી સરપંચ રણછોડભાઈએ જણાવ્યું હતું કે, ગામમાં ભારતીય સેનામાં જવા માટેનો ટ્રેન્ડ બની ગયો છે. હવે શાળામાં અભ્યાસ દરમિયાન જ સંતાનોને તેમના માતા-પિતા મોટા થઈને આર્મીમાં જવા માટે પ્રેરણા આપે છે તથા એ માટેની તૈયારી કરાવે છે. ભારતીય સેનામાં ફરજ બજાવવીએ અમારા ગામની ત્રણ પેઢીથી ચાલતી આવતી એક પ્રથા બની ગઈ છે.

ગામનો એક જવાન ફરજ પર થયો હતો શહીદ
2014માં CRPFમાં ફરજ બજાવતો આ ગામનો દીકરો દીકરો જીગ્નેશ પટેલ ફરજ દરમિયાન શહીદ થયો હતો. જેની યાદમાં ગામની પ્રાથમિક શાળામાં તેમનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.કોડિયાવાડા ગામમાં થી ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જેમાં છેલ્લી ત્રણ પેઢીમાંથી એક પણ વ્યક્તિ ભારતીય સેનામાં ન જોડાયો હોય. બાકી આ ગામમાં ઘર દીઠ ઓછામાં ઓછો એક વ્યક્તિ તો સેનામાં ફરજ બજાવી રિટાયર્ડ થઈ ચૂક્યો છે અથવા હાલ પણ તે ફરજ ઉપર છે.

ત્રણ-ત્રણ પેઢીથી લોકો જોડાય છે સેનામાં
ગામમાં અનેક એવા પણ પરિવાર છે જ્યાં છેલ્લી ત્રણ પેઢીથી દાદા,પપ્પા અને પુત્ર સૌ કોઈ ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે.અને રિટાયર્ડ થયા બાદ પણ ગામના આર્મી જવાનો ઘરે બેસી રહેતા નથી. પરંતુ પોત્તાનો કોઈ નવો ધંધો રોજગાર ઉભો કરીને અથવા ખેતી કરીને આવક મેળવી રહ્યા છે.