Junior Clerk Paper Leak: જો વાત કરવામાં આવે તો લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો આ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરી રહ્યાં હતાં અને 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.
ગુજરાતમાં ફરી એક વાર પેપર ફૂટ્યું , ઉમેદવારનું સપનું તૂટ્યું- જુનિયર ક્લાર્કનું પ્રશ્ન પત્ર લીક
ગુજરાતમાં ફરી એક વાર પેપર ફૂટ્યું , ઉમેદવારનું સપનું તૂટ્યું- જુનિયર ક્લાર્કનું પ્રશ્ન પત્ર લીક
મહત્વનું છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં ખડકી દેવામાં આવ્યો હતો. જુદા જુદા જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેઠાણ ખાતે પરત જવા માટે ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. વિનામુલ્યે મુસાફરી કરવા માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને એસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં એક પણ રૂપિયો દીધા વગર જ મુસાફરી કરી શકશે.
ગુજરાતમાં ક્યારે-ક્યારે કયું પેપર ફૂટ્યું અને વિધાર્થીઓના સપનાઓ તૂટ્યા? આ રહ્યો પેપરલીક કાંડનો કાળો ઈતિહાસઃ
પેપરલીક કાંડના કાળા ઈતિહાસ વિશે વાત કરવામાં આવે તો 2016માં મુખ્ય સેવિકા પેપર લીક, 2017માં તલાટીનું પેપર લીક, 2017માં ટેટનું પેપર લીક, 2018માં ટાટનું પેપર લીક, 2018માં નાયબ ચીટનીસ પેપર લીક, 2018માં વન રક્ષક પેપર કેન્સલ, 2018માં કોન્સ્ટેબલ પેપર લીક, 2019માં સચિવાલય ક્લાર્ક પેપર લીક, 2021માં સબ ઓડિટર લીક, 2021માં હેડ ક્લાર્ક પેપર લીક, 2022માં વન રક્ષકનું પેપર લીક અને 2023માં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું છે.
ઉલ્લેખનીય છે કે, વાલીઓ અને વિદ્યાર્થીઓ પેપરલીક કાંડ માટે ગુજરાત સરકારને જ જવાબદાર ગણી રહી છે. એક વાલીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, વારંવાર પેપર નથી ફુટતા પણ અમારા બાળકોના અને અમારા નસીબ ફૂટી રહ્યા છે.
ગુજરાતમાં નહિ પરંતુ આ રાજ્યમાંથી ફૂટ્યું જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર- થયો સૌથી મોટો ખુલાસો
ગુજરાતમાં નહિ પરંતુ આ રાજ્યમાંથી ફૂટ્યું જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર- થયો સૌથી મોટો ખુલાસો
મહત્વનું છે કે, આ પેપર લીક અંગે ગુજરાત ATS દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થવાને લઈને મોટો ખુલાસો થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તેલંગાણાના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. સમગ્ર કેસની તપાસ ગુજરાત ATS કરી રહી છે. કુલ પાંચ ટીમો ગુજરાત બહાર જવા માટે રવાના થઇ ચુકી છે. ગુજરાત ATSની ટીમો તેલંગાણા, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્લી જવા રવાના થઇ ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.