આજે કોરોનાની સુનામી ગુજરાતને ખુબ પ્રભાવિત કરી રહી છે. નિષ્ણાતોનો મત છે કે, આ સમયે લોકડાઉનની જરુર છે, પરંતુ હવે કેન્દ્રની સરકારમા “લોક્ડાઉન” જાહેર કરવાના નિર્ણય લેવાની હિંમત નથી, એટલે PM એ CM ઉપર અને CM એ જીલ્લા અને શહેરોના સ્થાનિક તંત્ર ઉપર રામ ભરોસે બંધ રાખવાનો મામલો છોડી દીધેલ છે. જે ખુબ ગંભીર છે.
આને કારણ પરિસ્થિતિ એ સજાઁણી કે, સ્થાનિક તંત્ર સ્વેચ્છીક બંધના જાહેરાનામા બહાર પાડીને નાના વેપારીઓના ચાલુ ધંધા ઉપર જઈને ધમકાવીને દુકાનો ફરજીયાત બંધ કરાવવા લાગ્યા અને સીલ કરી રહ્યા છે. વાત સ્વેચ્છીક જ હોય તો ચાલુ રાખે તેની સાથે તંત્ર કાયદાની વાત જ કયા આવી?
આ શુ ચાલી રહ્યુ છે ગુજરાતમા?
અનિર્ણાયક રાજ્ય સરકાર “લોકડાઉન” અંગે સ્પષ્ટ નથી તેને કારણે રાજ્યના શહેરોમા સ્વેચ્છીક બંધના જાહેરાનામા પાડીને વેપાર ધંધા બંધ કરાવવા નિકળેલ તંત્ર વેપારીઓને પરેશાન કરવાનુ અને દમ દાટી મારીને બંધ કરાવવી કેટલુ વાજબી છે? સરકાર હિમંત દાખવીને લોકડાઉન નો નિણઁય કરે જનતા અને વેપારીઓ સૌ સાથે છે.
ભાવનગર ગોળ બજાર, ભાવનગરમા મહાનગરપાલિકાના અધિકારીઓએ વેપારીઓની દુકાનો સીલ કરી, અને બોટાદમા પણ આવી જ હાલત છે. બોટાદ પોલીસ અધિક્ષકશ્રીએ પ્રસારીત કરેલ વિડીયોમા તે સ્પષ્ટ સ્વેચ્છીક લોક ડાઉનની વાત કરે છે અને મને મળેલી તેમની સહી વગરની પ્રેસનોટમા જાહેરનામાનો ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરે છે. આમ બોટાદ પોલીસ અધિક્ષકશ્રી આવી સહી વગરની પ્રેસ બહાર પાડી છે તેમા સત્ય કેટલુ છે? આ બધુ શુ ચાલી રહ્યુ છે ગાંધી-સરદારના રાજયમા?
આવી ઘટનાઓ જ કહે છે કે, કોરોના પ્રકોપની મહામારી કરતા જનતા રુપાણી સરકાર અને તંત્રની લાપરવાહી અને બેજવાબદારીનો ભોગ વધુ બની રહી છે… ના. હાઇકોટઁના માનવા મુજબ રાજય રામ ભરોસે છે….એ વાત સૌ યાદ કરીને એક બીજાને કહે છે. પરંતુ રાજય સરકારના પેટનુ પાણી પણ હલતુ નથી.
મળતી વિગતો અનુસાર, બોટાદમાં આજે કારખાના વિસ્તારમાં હીફલી મહાજનની વાડી ગઢડા રોડ મોટી વાડી તુરખા રોડ ખોડીયારનગર ને ભાવનગરરોડ પર કારખાનાઓમાં પોલીસે કોમ્બિંગ કરીને ઘૂસીને બંધ કરાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.