ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પોરબંદરના સાંસદ રમેશ ધડુકના દીકરા નૈમીષ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. તેમજ ધાર્મિક કાર્યનું આયોજન કરી લોકોને એકઠા કર્યા હતાં.
આ કાર્યક્રમમાં 50 લોકોથી પણ વધુ લોકો એકત્ર થયા હતા. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા પણ પગલા લેવામાં આવ્યાં ન હતાં. સાંસદ રમેશ ધડુકના પૌત્રને કાનુડો બનાવવામાં આવ્યો હતો. પૌત્રના જન્મ બાદ પ્રથમ જન્માષ્ટમી આવતા ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના પોરબંદરના લોકસભાના સાંસદ રમેશ ધડુક કોરોના ગ્રસ્ત થઇ ચુક્યા છે. રમેશ ધડુક એ ટ્વિટર પર આ જાણકારી આપી હતી. જાણકારી આપતા તેઓએ જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલા માટે તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને તેમણે હોમ આઇસોલેશન માં રહેવાનું કહ્યું છે. રમેશ ધડુક ના પરિવારના અન્ય સભ્યો પણ કોરોના ગ્રસ્ત થઇ ચુક્યા છે.
તેમણે કૃષ્ણ જન્માષ્ટમીના રોજ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. આ ઉપરાંત તેઓ લોકડાઉન દરમિયાન પણ જાહેર સભાઓ યોજીને નિયમોનું ઉલ્લંઘન કરતા હતા. કદાચ આ એનું જ પરિણામ હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews