ગુજરાત(Gujarat): રાજ્ય ગ્લોબલ એજ્યુકેશન હબ(Global Education Hub) તરીકે સતત ડગલા ભરી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)નું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભા ગૃહમાં સર્વસંમતિ સાથે એક વિદેયક પસાર કરવામાં આવ્યું છે. જેમાં સર્વાનુમતે એક સાથે 5 નવી યુનિવર્સીટી પર મંજૂરી(5 new universities approved)ની મહોર મારવામાં આવી છે.
મહત્વનું છે કે, ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક 2023 હેઠળ રાજ્યમાં પાંચ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ હાલ સુધી રાજ્યમાં 103 યુનિવર્સીટી હતી. જેમાં વધારો થઇને રાજ્યમાં હવે કુલ 108 યુનિવર્સીટીઓ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈ સતત મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભામાં 5 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં સરકારી કરતાં ખાનગી યુનિવર્સિટીની સંખ્યા વધવા લાગી છે. ગુજરાતમાં કુલ 108 જેટલી યુનિવર્સિટી છે. ત્યારે હવે ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે સતત આગળ વધી રહ્યું છે.
પાંચ યુનિવર્સિટીને આપવામાં આવી મંજૂરી:
આ પાંચ યુનિવર્સિટીને મંજુરી આપી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટને ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ માટે સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. ભાવનગરના જ્ઞાનમુદ્રા એજ્યુકેશન ફાઉન્ડેશનની જ્ઞાનમંજરી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે.
વડોદરા વાઘોડિયાની સિગ્મા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ગ્રૂપને સિગ્મા યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. વાપીના રોટરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ગ્રૂપને રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવી છે અને સાણંદમાં મહાવીર એજ્યુકેશન ટ્રસ્ટની કે.એન.યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.