ગુજરાત રહ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટનામાં નવસારીમાંથી સામે આવી છે. પરંતુ આ વખતે કોઈ સામન્ય વ્યક્તિ નહિ પરંતુ ખુદ PSI લાખોના દારૂ સાથે ઝડપાયા છે. નવસારીના ધોલાઈ મરીન પોલીસ મથકની હદમાં દારૂના દરોડા પડતા જ સ્થાનિક પી.એસ.આઈ શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરોડામાં સુરત આરઆરસેલ દ્વારા 1.74 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના વિષે મળતી માહિતી અનુસાર, સુરત આરઆર સેલ દ્વારા બીલીમમોરા નજીક નવસારીના ધોલાઈ મરીન પોલીસ મથકની હદમાં 780 વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલા બૂટલેગરની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો આશરે 1.74 લાખ રૂપિયાનો હતો. પોલીસની રેડમાં એક ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ દરોડામાં પોલીસે જવાત્રી ટંડેલને ઝડપી પાડી હતી આ મહિલા બૂટલેગરે આ દારૂનો જથ્થોઅંકિત પટેલ અને જયેશ પટેલ આપી ગયા હોવાની કેફિયત આપી હતી. પોલીસે આ મામલે મહિલા બૂટલેગરની ધરપકડ કરી અને બેને વોન્ટેડ જાહેર કર્યા છે. જોકે, આ મામલે મરીન પોલીસ મથકની હદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને ઉચ્ચ અધિકારીના આદેશથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છએ થોડા દિવસો પહેલાં સુરતમાં પણ એક પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને જપ્ત કરવામાં આવ્યો હતો જેને લઇને દારૂ જે વિસ્તારમાંથી ઝડપાયો તે વિસ્તાર કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પી.આઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા. આમ દારૂબંધીના કાયદામાં સહેજ પણ ઢીલાશ ચલાવી નહીં લેવાય એ સબબનો સ્પષ્ટ સંદેશો ફરજનિષ્ઠ પોલીસ વડા ભાટિયા દ્વારા આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે જ્યારથી આશિષ ભાટિયાએ રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી પોલીસ ખાતાને તમામ બાબતોમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. તો વળી પોલીસ ખાતું પોતે જ ક્યાંય શિસ્તનો ભંગ કરતું નજરે પડે તો પણ લાલ આંખ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle