Gujarat Rain: રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ(Gujarat Rain) પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં અફરાતફરી સર્જાઇ હતી.
બીજી તરફ આજે વહેલી સવારથી દેવભૂમિદ્વારકા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આજે કમોસમી વરસાદ ખાબક્યો છે. માવઠું પડતા રસ્તા પર ઠેર – ઠેર પાણી ભરાયા છે. મિશ્ર ઋતુને પગલે રોગચાળા ફેલાય તેવો ભય રહે છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતાના પાકને નુકસાન થાય તેવી સંભાવના છે.
ખેડૂતો ચિંતિત
અચાનક વરસાદ આવવાથી શહેરમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ભારે પવન સાથે આજે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ખેડૂતોની ચિંતા પણ વધી છે. જ્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે એલર્ટ તંત્ર બન્યું છે.સવારથી જ ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો હતો.એક તરફ ખેતરમાં ઘઉં સહિતનો શિયાળુ પાક ઉભો છે અને આ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પડ્યા પર પાટુ સમાન સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ભારે વરસાદ પડે તો તમામ પાક નુકસાની પામે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
લગ્નમંડપો અસ્તવ્યસ્ત થયાં
અચાનક કમોસમી વરસાદ આવવાના કારણે લોકો શિયાળો ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુનો અનુભવ એક સાથે કરી રહ્યા છે. જ્યારે હાલ લગ્નગાળો હોય ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં પણ કમોસમી વરસાદ ખાબકતા લગ્નમાં આવેલ લોકોની ચિંતા વધી હતી.રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ખાનગી પાર્ટીમાં લગ્નનું આયોજન હતું. પરંતુ વરસાદ ખાબકતા પ્રસંગ પર પાણી ફરી વળ્યું છે. લાખો રૂપિયા ખર્ચીને લોકોએ પાર્ટીપ્લોટમાં લગ્ન રાખ્યા પરંતુ વરસાદ વિલન બનીને આવ્યો અને લગ્નની તૈયારીને ખેદાન મેદાન કરી નાખી છે.
હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ મધ્યમથી હળવો વરસાદ સૌરાષ્ટ્રમાં પડી શકે છે.
બીજી તરફ આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠાના વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. લાખણીના કુડા, કોટડા, ડેરા તેમજ આસપાસના ગામોમાં છૂટા છવાયો કમોસમી વરસાદ પડ્યો છે.વડગામના મેપડા ગામમાં વીજળી પડી હતી. જ્યાં ખેતરમાં કામ કરતા 30 વર્ષીય ખેડૂત મોંઘાજી ઠાકોરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.યુવકના મૃતદેહને પોસમોર્ટમ માટે વડગામની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App