પ્યાર હુઆ…એકરાર હુઆ…ગીત પર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કર્યો રોમાન્ટિક ડાન્સ- જુઓ વિડીયો

Mukesh and Nita Ambani dance:  દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં શરૂ થઈ ગઈ છે.…

Mukesh and Nita Ambani dance:  દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં શરૂ થઈ ગઈ છે. 1 માર્ચની રાત્રે હોલીવુડ પોપ સ્ટાર રીહાન્નાએ રિલાયન્સ ગ્રીન્સમાં પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન સમગ્ર બોલિવૂડ જામનગરમાં હાજર હતું.ત્યારે આ દરમિયાન મુકેશ અંબાણીનો તેમની પત્ની નીતા અંબાણી સાથેનો એક ડાન્સ(Mukesh and Nita Ambani dance) વીડિયો સામે આવ્યો છે. પ્યાર હુઆ, ઇકરાર હુઆ… ગીત પર ડાન્સ કરતા મુકેશ અંબાણીના આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

રિહર્સલનો વીડિયો વાયરલ થયો છે
અનંત અબાની અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની 3 માર્ચ સુધી ચાલશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ હાલમાં જ પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે રિહર્સલ કર્યું હતું. આ વીડિયો તે સમયનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિની આ અનોખી શૈલી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેમના ડાન્સને લઈને સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કહેવાય છે કે મુકેશ એક છે, મિજાજ ઘણા છે. અનંત અબાની અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં રાજકારણ ઉપરાંત બિઝનેસ અને ફિલ્મ જગતની લગભગ 1000 હસ્તીઓ હાજરી આપી રહી છે.

આ ગીત શ્રી 420 ફિલ્મનું છે
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની અદભૂત કેમેસ્ટ્રી આ વીડિયોમાં દેખાઈ રહી છે, જે પ્રી-વેડિંગ ફંક્શનની મ્યુઝિકલ નાઈટ પહેલા રિલીઝ કરવામાં આવી હતી. બંનેએ જે ગીત પર પરફોર્મ કર્યું તે રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી 420’નું છે. અનંત અબાની અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસે મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. રિહર્સલનો વીડિયો જોયા બાદ બંનેના ફેન્સ હવે રિયલ વીડિયોની રાહ જોઈ રહ્યા છે.

આ શાહી લગ્નમાં થયો 1000 કરોડનો ખર્ચ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં 1-3 માર્ચ દરમિયાન પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઈવેન્ટમાં ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી ખાસ ખાસ મહેમાનો હાજર રહેવાના છે. આ ખાસ મહેમાનોના આવકાર માટે અંબાણી પરિવારે મહેમાનો માટે શાહી વ્યવસ્થા કરી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની આ આખી ઉજવણી ગુજરાતના જામનગરમાં અંબાણીના ઘરે 3,000 એકરમાં ફેલાયેલા બગીચામાં થશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પર લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

ત્રણ દિવસનો ભવ્ય પ્રી વેડિંગ ઈવેન્ટ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે. બીજા દિવસને ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’નું આયોજન કરવામાં આવશે. ત્યારે ત્રીજા દિવસે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે – ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તાક્ષર’. પહેલી ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હશે જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને અંતિમ ઇવેન્ટ માટે તેઓ ‘હેરીટેજ ઇન્ડિયન એટાયર’ પહેરશે