અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે ૧લી મેથી જો કોઈ દુકાનદાર કે દુકાનનો કર્મચારી વગર માસ્ક પહેરીએ મળી આવશે તો તેના પર દંડ લગાડવામાં આવશે. દંડની રકમ ૨ હજાર રૂપિયાથી ૫૦૦૦૦ રૂપિયા વચ્ચે હશે. સાથે જ મોલ કે સ્ટોર નું લાયસન્સ પણ ત્રણ મહિના માટે રદ કરવામાં આવશે.
અમદાવાદના કમિશનર વિજય નેહરાનું કહેવું છે કે કોરોનાવાયરસને રોકવા માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે મોલ, દુકાન કે ત્યાં કામ કરનાર કર્મચારીઓને માસ્ક પહેરવું ફરજિયાત છે. તેમજ અમદાવાદ કોર્પોરેશન લારીઓ ઉપર સામાન વેચતા વિક્રેતાઓને મફતમાં માસ્ક અને સેનેટાઈઝર આપશે.તેમ છતાં જો કોઈ લારીવાળો તેનો ઉપયોગ નહીં કરે તો તેમના પર દંડ લગાડવામાં આવશે.તેમજ નાગરિકો દ્વારા માણસ ન પહેરવાથી દંડ ૧ હજાર રૂપિયાથી 5000 રૂપિયા સુધી હશે.
જો કોઈ રોડ પર વિક્રેતા વગર માસ્ક મળી આવશેતો તેના પર 2000નો દંડ લગાડવામાં આવશે અને તેનું લાયસન્સ બે મહિના સુધી રદ કરવામાં આવશે.નહેરાએ કહ્યું કે જો સુપરમાર્કેટના કર્મચારી કે સિક્યુરિટી ગાર્ડ વગર માસ્કે પકડાઈ જશે તો સુપરમાર્કેટ મોલને 50 હજાર રૂપિયાનો દંડ લગાડવામાં આવશે.
નેહરાએ કહ્યું કે દુકાનદારોને પણ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ફક્ત તેના કર્મચારી નહીં પરંતુ ગ્રાહક પણ માસ્ક પહેરીને જ વસ્તુઓ ખરીદે. મહિલાઓના સ્વયં સહાયતા ગ્રુપને માસ્ક બનાવવા માટે કહેવામાં આવેલું છે સાથે જ કોર્પોરેશન તરફથી ૩.૫ લાખ માસ્ક ખરીદવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news