ગુજરાત(gujarat): રાજ્યના સુરત(SURAT), રાજકોટ(Rajkot), મહેસાણા, અરવલ્લી, કચ્છ(Kutch), મહીસાગર ઉપલેટા, જામજોધપુર, કુતિયાણા, જૂનાગઢ(Junagadh), સોરઠ પંથકમાં શનિવારે સાંજે સાત થી આઠ વાગ્યાના અરસામાં આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આકાશમાં ઉલ્કા જેવી વસ્તુ તેજગતિએ પૃથ્વી તરફ આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.પહેલા તો આકાશમાંથી ઉલ્કાપિંડ(Meteorites) અથવા તો ખરતો તારો પૃથ્વી તરફ આવતો હોવાનો ભાસ થતો હતો. અવકાશ વિજ્ઞાનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ન આવી શકે. આ પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે, અવકાશી કૃત્રિમ ઉપગ્રહ(Artificial satellite)નો કાટમાળ હોઈ શકે છે.
મોડી રાતે અદભૂત રહસ્યમય અવકાશી નજારો જોવા મળ્યા બાદ જોરદાર ધડાકા સંભળાયા હતા. આકાશમાં અચાનક રોશનીના ચમકારા દેખાતા લોકોમાં ભય અને કુતૂહલ સર્જાયુ હતું અને આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે. આકાશમાં એકસાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી છે. લોકોએ મોબાઇલમાં પણ તેના દ્રશ્યો કેદ કર્યા છે. પ્રકાશિત વસ્તુના દ્રશ્યોથી લોકોમાં અનેક સવાલ ઉઠ્યા છે.
આકાશમાં સર્જાયેલી આ ઘટના મોડી સાંજના સમયે દેખાતા લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની અગાસી પર પણ જોવા મળ્યા હતા. બીજીતરફ આ અવકાશી પદાર્થ કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાતની અવકાશ નિષ્ણાતોએ પુષ્ટિ કરી હતી.
ફક્ત ગુજરાત જ નહિ પરંતુ મધ્ય પ્રદેશના માળવા તથા મહારાષ્ટ્રના નાગપુર, અમરાવતી અને રાજ્યના અન્ય ભાગોમાં પણ શનિવારે રાત્રે એક રહસ્યમય રોશની જોવા મળી હતી. આ ઘટનાને લીધે મોટાભાગના લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સામાન્ય રીતે આવી ઘટના ‘શૂટિંગ સ્ટાર’ તરીકે ઓળખાતા ઊલ્કાપિંડ હોય છે. જે પૃથ્વીના વાતાવરણમાં અસાધારણ ગતિથી પ્રવેશ કરે છે અગનગોળાની માફક પ્રકાશિત થાય છે. તે પ્રતિ સેકન્ડ 30 થી 60 કિમીની ઝડપ ધરાવે છે. તેને લીધે સર્જાતા ઘર્ષણને લીધે ઉલ્કાપિંડ સળગી ઉઠે છે.
આવી ઘટના પહલી વખત નથી બની અવાર-નવાર આવી ઘટનાઓ બની રહે છે. પૃથ્વી પરથી અવકાશમાં મોકલવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો એટલે કે, ‘સ્પેસ ડેબ્રિશ’ પૃથ્વી પર પડવાની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે આજે સુરત, વડોદરા અને ગુજરાત સહિત ના અન્ય જિલ્લાઓમાં આકાશમાં એક જોરદાર મોટો અગનગોળો રાત્રે પોણા આઠ વાગ્યા આસપાસ જોવા મળ્યો હતો જે ધીમે ધીમે નીચે આવતા બે ભાગમાં વહેંચાઇ ગયો હતો. આ અગનગોળો જોઈ અનેક તર્ક-વિતર્ક લોકો કરી રહ્યા છે.
મોડી સાંજે કચ્છ-સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ અવકાશી ગોળા જેવો ચમકદાર પદાર્થ જોવા મળ્યો હતો. પહેલી નજરે ઉલ્કાપિંડ જેવો લાગતો આ પદાર્થ પછીથી ખરતો તારો હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું હતું. અલબત્ત આ અંગે વડોદરાના અવકાશી નિષ્ણાત દિવ્યદર્શન પૂરોહિતે જણાવ્યું હતું કે, આ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. આ કાટમાળ અવકાશમાં તરી રહેલા હજારો કૃત્રિમ ઉપગ્રહો કે જેઓ હાલ નકામા થઈ ગયા છે તેમાંના એકનો પણ હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.