ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: શાળાની પરીક્ષા પણ બોર્ડની જેમ જ લેવાશે- અપાયા આ મોટા આદેશ

ગુજરાત(Gujarat): રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSHSEB) દ્વારા શાળાઓની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આગામી સોમવારથી યોજાઈ રહેલી શાળાઓની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં પરીક્ષા લેવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

બોર્ડ પરીક્ષા મુજબની કામગીરી કરવાનો અપાયો આદેશ:
બહાર પાડવામાં આવેલ આ પરિપત્રમાં શાળાઓની પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સાથે જ આગામી સોમવારથી શાળાઓમાં શરૂ થઈ રહેલી પરીક્ષાને કારણે ખંડ નિરીક્ષકને બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત તમામ ક્લાસરૂમ CCTV કેમેરાથી સજ્જ બનાવવા અને CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ આ પરિપત્રમાં જણાવવામાં આવી છે. સાથે જ નિરીક્ષકે બોર્ડની પરીક્ષાની માફક પુરવણીની સંખ્યા, વિદ્યાર્થીઓએ કેટલા પાનામાં લખાણ લખ્યું તે સહિતની તમામ વિગતો ભરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે શિક્ષા કોષ્ટક (પરીક્ષામાં ગેરરીતિના કેસ સામે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તે અંગેની માહિતી) શાળાના નોટિસ બોર્ડ ઉપર લગાવવાની સૂચના આપી દેવામાં આવી હતી. આ અંગે પણ શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *