સુરતમાં યુવકને બાંધી જ્વલનશીલ પદાર્થથી સળગાવ્યો, “અગલી બાર માર દેંગે” તેવું કહીને ચાર હુમલાખોરો ફરાર

સુરતમાં પાડંસેરા GIDC ની આરમો કંપનીની નજીક એક યુવકને બાંધીને એસીડ જેવો પદાર્થ નાખીને માર મારવામાં આવતા ચર્ચાની વાત બની છે. યુપીમાં મામાની હત્યાની અદાવતમાં આરોપીઓએ યુવક ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી ને કહયું કે ‘ઈસ બાર બચ ગયા હૈ, અગલી બાર માર દેંગે’ ચારેય હુમલાખોરો ભાગી ગયા હતા. જ્વલનશીલ પદાર્થથી થયેલા હુમલામાં ગંભીર રીતે તે વ્યક્તિ દાઝી ગયો હતો.ત્યારબાદ યુવકને 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

યુવક ખુબજ ખરાબ રીતે દાઝી જતા તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પાંડેસરા પોલીસે કહયું હતું કે, વડોદ ગુરુકૃપા નગર લાલધારીના મકાનમાં રહેતાં રાજેશ ગોપાલ રાયદાસને આરમો કંપની નજીક ચાર વ્યક્તિએ બાંધીને જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દેવાનો પ્રય્તન કર્યો હતો. આ બનાવ માં રાજેશ ગંભીર રીતે દાઝી જતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.હુમલા પાછળ 5 મહિના પહેલા વતન યુપીમાં થયેલી હત્યાની અદાવત હોવાનું સામે આવ્યું છે. ચારેય હુમલાખોરો યુપીના હમીરપુર જિલ્લાના વતની અખિલ સુમેર રાયદાસ, શ્યામ સુમેર રાયદાસ, શિવમકુમાર રાયદાસ, પ્રમોદકુમાર રાયદા હોવાનું સામે આવ્યું છે.

પીડિત યુવકના મોટાભાઈએ કરેલી હત્યાની અદાવતમાં હુમલો
પાંડેસરા પોલીસે કહયું છે કે મોત સામે લડી રહેલા રાજેશ રાયદાસના મોટાભાઈએ વતન હમીરપુર ખાતે ગયાવર્ષે હોળીના દિવસે અખિલ રાયદાસના મામા સર્વેશની હત્યા કરી હતી. જેની અદાવત રાખી અખિલેશ રાયદાસ, શ્યામ રાયદાસ,શિવકુમાર રાયદાસ અને પ્રમોદકુમાર રાયદાસે મળી ને બદલાની ભાવનાથી રાજેશ ની હત્યાનું પ્લાનીગ કર્યું હતું. રાજેશ રાયદાસ ને રસ્તામાં આતરી જબરજસ્તીથી હાથ-પગ બાંધી માર મરાયા બાદ એસીડ જેવા જ્વલનશીલ પદાર્થ નાંખી “ઈસ બાર બચ ગયા હૈ અગલી બાર માર દેંગે” તેમ કહી ચારેય જણા ત્યાંથી ભાગી ગયા હતા.

ચાર વ્યક્તિ સામે ગુનાની નોંધાણીં,
જીતેન્દ્ર વર્મા એ કહયું હતું કે ખુબ જ ખરાબ રીતે દાઝી ગયેલી હાલતમાં મળી આવેલા રાજેશને 108ની મદદથી સ્મીમેર હોસ્પીટલ માં દાખલ કરાયો હતો. પરિવારમાં દાદા, પિતા, બહેન અને નાના ભાઈઓ છે જેઓ વતન યુપીમાં રહે છે. પાંડેસરા પોલીસે રાજેશ રાયદાસની ફરિયાદના આધારે આ ચારેય વ્યક્તિઓં સામે ગુનાની નોંધીણી કરીને કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *