ટ્યુશનથી ઘરે પરત ફરતી વેળાએ 17 વર્ષીય દીકરીને ભેટયું મોત- પરિવારમાં છવાયો માતમ

સમગ્ર રાજ્યમાં ઉત્તરોતર અકસ્માતની સંખ્યમાં વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે કે, જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં ફક્ત 17 વર્ષીય યુવતીએ જીવ ગુમાવતા સમગ્ર પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.

સુરેન્દ્રનગરના રેલવે ઓવરબ્રીજ પાસે સર્જાયો અકસ્માત:
ગઈકાલ સાંજનાં સુમારે સુરેન્દ્રનગર ઓવર બ્રિજ પર સાઈકલ લઈને ટ્યૂશનથી ઘરે પરત ફરતી યુવતીને ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવતી ડમ્પર નીચે કચડાઈ જતા તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું કે, જ્યારે ડમ્પર ચાલક ભાગી ગયો હતો.

અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અકસ્માત સર્જાયા પછી ઓવર બ્રીજ પર રસ્તાની બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરી દેતા પોલીસ આવી ગઈ હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતને કારણે રસ્તાની બંનેબાજુ સર્જાયો ટ્રાફિકજામ:
જ્યારે સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેમ હૈયાફાટ રૂદન કરતા આજુબાજુ રહેતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. એવું જાણવા મળ્યું છે કે, યુવતી જ્યારે સાયકલ લઈને જઈ રહી હતી ત્યારે અન્ય વાહનચાલકે ટક્કર મારતા યુવતી ડમ્પર ચાલકની અડફેટે આવી જતા યુવતીનું કચડાઈ જતા ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *