MS યુનિ.માં યુવતી સાથે નરાધમની બર્બરતા- વિદ્યાર્થિનીનું ગળું પકડી કર્યું ન કરવાનું…

Gujarat Vadodara: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી (MS university) ની કોમર્સ (Commerce) ફેકલ્ટીની યુનિટ બિલ્ડિંગ પાસે વિદ્યાર્થિનીનું ગળું પકડીને માર મારનાર યુવક સામે યુવતી દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે યુવતીતી ફરિયાદ નોધીને યુવકની ધરપકડ કરી લીધી છે. વિદ્યાર્થિની સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, જો ત્યારે સિક્યોરિટી ગાર્ડ ન આવ્યા હોત તો ન જાણે શું થઇ ગયું હોત.

ફરી એકવાર વડોદરામાં આવેલી એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગમાં વિદ્યાર્થિનીની છેડતી અને વિદ્યાર્થિની પર હુમલાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના ત્રણ દિવસ પહેલાની છે. પરંતુ આ હુમલાથી વિદ્યાર્થિની ખુબજ ગભરાઇ ગઈ હતી અને તેથી તેણે ફરિયાદ કરી ન હતી. ત્યાર બાદ હવે વિદ્યાર્થીએ હિંમત કરી અને આ હરકત કરનાર પાડોશી યુવકની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ યુવતી વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહે છે અને એમ.એસ.યુનિવર્સિટીમાં એસ.વાય. બીકોમમાં અભ્યાસ કરે છે. ત્રણ દિવસ પહેલાં યુવતી ર્મસ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસે મિત્રો સાથે હતી. ત્યારે એ ત્યાં પાણી ભરવા માટે ગઈ અને અચાનક જ પાચળથી આવી ને પડોશમાં રહેતા ઘનશ્યામ સૂર્યવંશી નામના યુવાને ત્યાં આવીને યુવતીનું ગળું પકડ્યું અને વાળ ખેચ્ય અને સાથે સાથે છેડતી પણ કરી.

યુવતીએ મીડિયા સાથે વાત વાત કરતા જણાવ્યું કે, જો એ સમયે સિક્યોરિટી ગાર્ડ સમય સર ન આવ્યા હોત તો હું આજે તમારી સામે જીવતી ન હોત. આ સમગ ઘ્ત્નાનથી યુવતી એટલી ડરી ગઈ હતી કે ઘટના સર્જાયાના ત્રણ દિવસ બાદ હિમત કરીને યુવક સામે ફરિયાદ નોધાવી હતી. તેને વધુ વાત કરતા એમ પણ કહ્યું કે, હું જાણતી નથી કે, ઘનશ્યામે મારી સાથે આવું શા માટે કર્યું એનું કારણ મને ખબર નથી.

પોલીસને યુવતીની ફરિયાદ મળતાં જ આરોપી ઘનશ્યામ સૂર્યવંશીની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ પોલીસે ઘનશ્યામ સૂર્યવંશી સાથે પૂછ-પરછ કરી હતી અને આ પૂછ-પરછમાં આરોપી ઘનશ્યામ સૂર્યવંશીએ તનો ગુનો કબુલ્યો હતો. ગાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *