નશામાં ધૂત કાર ચાલકને કારણે વડોદરામાં બે માસૂમ બાળકોએ નાની ઉંમરે ગુમાવ્યો માતાનો સહારો

Gujarat Vadodara: અકસ્માતની વધુ એક ઘણા સામે સામે આવી છે. ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરા શહેરમાં અકોટા-મુજમહુડા રોડ પર BMW કારના નશામાં ધૂત કારના ચાલકે પેટ્રોલ પુરાવીને રોડ ક્રોસ કરી રહેલા બાઇકસવાર દંપતીને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અકસ્માતમાં પતિ-પત્નીમાંથી પત્નીનું મોત નીપજતા બે માસૂમ બાળકે માતાનો સહારો ગુમાવ્યો છે. આ ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.

અયાઝ અહેમદ શેખ અને તેમની પત્ની શાહીન જે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ રવિવારે રાત્રે તેમના સાઢુને મળવા માટે ગયા હતા. લગભગ નવ વાગ્યાની આસપાસ આર.સી. એસ્ટેટ પાસે આવેલા નાયરા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવીને રોડ ક્રોસ કરતા હતા. એ જ સમયે મુજમહુડા તરફથી પૂરપાટ આવતી BMW કારે  બાઇકસવાર દંપતીને ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માતમાં દંપતી કારના આગળના કાચ સાથે અથડાઈ ફંગોળાઈને નીચે પટકાયું હતું. ત્યારે અયાઝ ને માથા, નાક અને પગે ખુબજ ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યાર બાદ ત્યાંથી નીકળતા લોકો ભેગા થયા અને 108 એમ્બ્યુલન્સને બોલાવીને દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં શાહીન શેખનું ICUમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે અને અયાઝ શેખની સ્થિતિ સારી છે. ત્યાર બાદ પોલીસે BMWના કારચાલક સ્નેહલ પટેલ ની ધરપકડ કરી છે. છાણી વિસ્તારમાં સ્નેહલ કારના શો રૂમમાં નોકરી કરે છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણ થઇ કે, આ કાર સ્નેહલના મિત્રની હતી.

જયારે અકસ્માત થયો ત્યારે સ્નેહલ દારૂના નશામાં હતો તેવું પણ જાણવા મળ્યું છે. તેમની સાથે અન્ય ત્રણ મિત્રો પણ દારૂના નશામાં ચૂર હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા શાહીન શેખને 15 વર્ષનો પુત્ર ઉમર અને 11 વર્ષની પુત્રી ફાતિમા છે. હાલ પોલીસે ફરિયાદ નોધીને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *