ગુજરાતના આ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં જાહેર કરવામાં આવ્યું લોકડાઉન- જાણો શું છે ગાઈડલાઈન્સ

હાલમાં આખી દુનિયામાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે.ત્યારે આવા કહેરની વચ્ચે ગુજરાતમાં આવેલ પાટણ શહેરમાં આજથી જ 1 વાગ્યા સુધી સ્વેચ્છિક બજારો ખુલવાની જાહેરાત કરવામાં આવી છે. બપોરે 1 વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે. કોરોનાનાં વધતાં જતાં સંક્રમણ વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં લઇને નગરપાલિકાએ એક મોટો નિર્ણય લીધો છે. 31 જુલાઈ સુધી પાટણમાં ધંધા-રોજગારનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. નિયમનું ઉલ્લંઘન કરનારની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે,5 એપ્રિલના રોજ પાટણમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ 427 કેસ પાટણ જિલ્લામાં નોંધાયા છે. ત્યારે જિલ્લામાં 20 લોકોએ આ મહામારીને લીધે પોતાનાં જીવ ગુમાવ્યા છે. ફક્ત પાટણ શહેરમાં જ અત્યાર સુધીમાં કુલ 240 કેસ નોંધાયા છે.

પાટણમાં કોરોનાનાં વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં લઇને નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમા આજથી જ પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે ત્યારબાદ તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આજથી જ પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રહેશે. 31 જુલાઈ સુધીમાં તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં પાટણ શહેરમાં કુલ 240 કેસ નોંધાયા છે.

પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈને અગત્યની બેઠક મળી હતી. પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ વધતું રહેલ કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે આ મીટીંગ મળી હતી. બેઠકમાં પાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમા આવતીકાલથી એટલે કે તારીખ 22 જુલાઈથી 31 જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારને બપોર 1 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે 10 દિવસનું બપોર પછી સ્વૈચ્છીક રીતે લોકડાઉન આપવામાં આવ્યું છે. પાટણ શહેરમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 240 કેસ નોંધાયા છે.

આ છે શરતો

બધાં જ ધંધા-રોજગારને બપોર 1 વાગ્યા પછી બંધ કરી દેવાનાં રહેશે.

ઘરમાં વધુ પડતી વસ્તુનો સંગ્રહ ન કરવાની અપીલ કરવામાં આવી છે.

પાટણમાં રહેતાં દરેક શહેરીજનને જરૂરીયાત પૂરતી જ ચીજ-વસ્તુઓની ખરીદી કરવાની અપીલ કરવામાં આવી છે.

ચીજ-વસ્તુઓની ખરીદી કરવા આવેલ લોકોએ 6 ફૂટનું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.

ખરીદી કર્યા પછી ઘરે જઇને હાથ ધોવા- કપડાં બદલવા તેમજ નહાવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *